________________
અનુભવપ્રકાશ (ચાલુ)
૬૬૮ તથારૂપે નિર્વિકલ્પ અને અખંડ રવરૂપમાં અભિન્નજ્ઞાન સિવાય અન્ય કેઇ સર્વ દુઃખ મટાડવાના ઉપાયો
જ્ઞાની પુરુષોએ જાણ્યો નથી. (પૃ. ૪૮૩) આચારાંગસૂત્ર 1 “આચારાંગસૂત્ર'માં (પ્રથમ શ્રુતસ્કંધ, પ્રથમાધ્યયનના પ્રથમ ઉદેશે, પ્રથમ વાક્ય) કહ્યું છે કે :- આ જીવ
પૂર્વથી આવ્યો છે? પશ્ચિમથી આવ્યો છે ? ઉત્તરથી આવ્યો છે? દક્ષિણથી આવ્યો છે? અથવા ઊંચેથી? નીચેથી કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે ? એમ જે જાણતો નથી તે મિથ્યાવ્રુષ્ટિ છે, જે જાણે તે સમ્યફષ્ટિ છે. તે જાણવાનાં ત્રણ કારણો આ પ્રમાણે :- (૧) તીર્થંકરના ઉપદેશથી, (૨) સદ્ગુરુના ઉપદેશથી, અને (૩) જાતિસ્મૃતિજ્ઞાનથી. અત્રે જાતિસ્મૃતિજ્ઞાન કહ્યું તે પણ પૂર્વના ઉપદેશની સંધિ છે. એટલે પૂર્વે તેને બોધ થવામાં સદ્ગુરુનો અસંભવ ધારવો ઘટતો નથી. (પૃ. ૫૩૧) આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયોગ્ય એવું “આચારાંગસૂત્ર' છે, તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાક્ય જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યક્ત્વસ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્રય કરે તે છૂટવાનો માર્ગ
નથી. (પૃ. ૪૬૧) _ શ્રી “આચારાંગસૂત્ર'ના પહેલા અધ્યયન શસ્ત્રપરિક્ષામાં અને શ્રી પદર્શનસમુચ્ચયમાં મનુષ્ય અને
વનસ્પતિના ધર્મની તુલના કરી વનસ્પતિમાં આત્મા હોવાનું સિદ્ધ કરી બતાવ્યું છે, તે એવી રીતે કે બન્ને જન્મે છે, વધે છે, આહાર લે છે, પરમાણુ લે છે, મૂકે છે, મરે છે, ઇત્યાદિ. (પૃ. ૭૮૩) “આચારાંગ' નામના એક સિદ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે “gri ના તે સર્વે જ્ઞાળ, ને સર્વે નાળ તે ના' - એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને
જાણ્યો. (પૃ. ૧૮૯) [ આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર)
સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાને એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. બાકી બીજાં બધાં સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઇ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં.
(પૃ. ૨૬૦) D “આચારાંગસૂત્રમાં કહ્યું છે કે - (સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે, કે જગત આખાનું જેણે દર્શન