________________
૬૬૭
અનુભવપ્રકાશ
| સદ્ભુત | •D શ્રી સદ્ભુત,
૧. શ્રી પાંડવ પુરાણે પ્રદ્યુમ્ન ચરિત્ર. ૨. શ્રી પુરુષાર્થસિદ્ધિ ઉપાય. ૩. શ્રી પદ્મનંદિ પંચવિંશતિ.
૪. શ્રી ગોમ્મસાર. ૫. શ્રી રત્નકરંડ શ્રાવકાચાર.
છે. શ્રી આત્માનુશાસન. ૭. શ્રી મોક્ષમાર્ગપ્રકાશ.
૮. શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા. ૯. શ્રી યોગષ્ટિસમુચ્ચય.
૧૦. શ્રી ક્રિયાકોષ. ૧૧. શ્રીક્ષપણાસાર.
૧૨. શ્રી લબ્ધિસાર. ૧૩. શ્રી ત્રિલોકસાર.
૧૪. શ્રી તત્ત્વસાર. ૧૫. શ્રી પ્રવચનસાર.
૧૬. શ્રી સમયસાર. ૧૭. શ્રી પંચાસ્તિકાય.
૧૮. શ્રી અષ્ટપ્રાભૃત. ૧૯. શ્રી પરમાત્મપ્રકાશ.
૨૦. શ્રી રમણસાર. આદિ અનેક છે. ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક એ સદ્ભુત સેવવા યોગ્ય છે. એ ફળ અલૌકિક છે,
અમૃત છે. (પૃ. ૬૬૯) D. હાલ અધ્યયન કરવા યોગ્ય શાસ્ત્રો – વૈરાગ્યશતક, ઇન્દ્રિયપરાજયશતક, શાંતસુધારસ,
અધ્યાત્મકલ્પદ્રુમ, યોગદ્ગષ્ટિસમુચ્ચય, નવતત્ત્વ, મૂળપદ્ધતિ કર્મગ્રંથ, ધર્મબિંદુ, આત્માનુશાસન, ભાવનાબોધ, મોક્ષમાર્ગપ્રકાશ, મોક્ષમાળા, ઉપમિતિભવપ્રપંચ, અધ્યાત્મસાર, શ્રી આનંદઘનજી–ચોવીશીમાંથી નીચેના સ્તવનો :- ૧, ૩, ૫, ૭, ૮, ૯, ૧૦, ૧૩, ૧૫, ૧૬, ૧૭,
૧૯, ૨૨.(પૃ. ૭૫) | અધ્યાત્મસાર | [] “અધ્યાત્મસાર'નું વાંચન, શ્રવણ ચાલે છે તે સારું છે. (પૃ. ૩૧૭) D “શાંતસુધારસ'માં કહેલી ભાવના, “અધ્યાત્મસાર'માં કહેલો આત્મનિશ્ચયાધિકાર એ ફરી ફરી મનન
કરવા યોગ્ય છે. એ બેનું વિશેષપણું માનવું. “આત્મા છે' એમ જે પ્રમાણથી જણાય, “આત્મા નિત્ય છે' એમ જે પ્રમાણથી જણાય, “આત્મા કર્તા છે' એમ જે પ્રમાણથી જણાય, “આત્મા ભોકતા છે' એમ જે પ્રમાણથી જણાય. “મોક્ષ છે' એમ જે પ્રમાણથી જણાય, અને તેનો ઉપાય છે' એમ જે પ્રમાણથી જણાય, તે વારંવાર વિચારવા યોગ્ય છે. અધ્યાત્મસાર'માં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત હોય તો વિચારવામાં બાધ નથી. કલ્પનાનો
ત્યાગ કરી વિચારવા યોગ્ય છે. (પૃ. ૩૧૮). | અનુભવપ્રકાશ D “અનુભવપ્રકાશ' ગ્રંથમાંનો શ્રી પ્રફ્લાદજી પ્રત્યે સદ્ગુરુદેવે કહેલો ઉપદેશપ્રસંગ લખ્યો તે વાસ્તવ છે.