SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૩ આનંદઘનચોવીશી (ચાલુ) || તે જ વસ્તુની પ્રાપ્તિ થાય. તે યોગ વર્તમાનમાં પ્રાપ્ત થવાથી તે સખી! મને પરમ શીતળતા થઈ. બીજા પતિનો તો કોઈ કાળે વિયોગ પણ થાય, પણ આ મારા સ્વામીનો તો કોઈ પણ કાળે વિયોગ થાય જ નહીં. જ્યારથી તે સ્વામી પ્રસન્ન થયા ત્યારથી કોઈ પણ દિવસ સંગ છોડતા નથી. એ સ્વામીના યોગનો સ્વભાવ સિદ્ધાંતમાં “સાદિઅનંત” એટલે તે યોગ થવાની આદિ છે, પણ કોઈ દિવસ તેનો વિયોગ થવાનો નથી, માટે અનંત છે, એમ કહ્યો છે. તેથી હવે મારે કોઇ પણ દિવસ તે પતિનો વિયોગ થશે જ નહીં. (૧) કોઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે રે, મિલશું કેતને ધાય; એ મેળો નવિ કહિયે સંભવે રે, મેળો ઠામ ન ઠાય. ઋષભ૦ (૩) હે સખી! આ જગતને વિષે પતિનો વિયોગ ન થાય તે અર્થે જે સ્ત્રીઓ, નાના પ્રકારના ઉપાય કરે છે તે ઉપાય સાચા નથી; અને એમ મારા પતિની પ્રાપ્તિ થતી નથી. તે ઉપાયનું મિથ્યાપણું જણાવવા તેમાંના થોડાએક તને કહું છું - કોઇએક તો પતિની સાથે કાષ્ઠમાં બળવા ઇચ્છે છે, કે જેથી તે પતિની સાથે મેળાપ જ રહે, પણ તે મેળાપનો કંઈ સંભવ નથી, કેમકે તે પતિ તો પોતાના કર્માનુસાર જે સ્થળને પ્રાપ્ત થવાનો હતો ત્યાં થયો, અને સતી થઇને મળવા ઇચ્છે છે એવી તે સ્ત્રી પણ મેળાપને અર્થે એક ચિતામાં બળી મરવા ઇચ્છે છે, તો પણ તે પોતાના કર્માનુસાર દેહને પ્રાપ્ત થવાની છે; બન્ને એક જ સ્થળે દેહ ધારણ કરે, અને પતિપત્નીરૂપે યોગ પામીને નિરંતર સુખ ભોગવે એવો કંઈ નિયમ નથી. એટલે તે પતિનો વિયોગ થયો, વળી તેના યોગનો પણ અસંભવ રહ્યો, એવો પતિનો મેળાપ તે મેં ખોટો ગણ્યો છે, કેમકે તેનું ઠામઠેકાણું કંઈ નથી. અથવા પ્રથમ પદનો અર્થ એવો પણ થાય છે કે, પરમેશ્વરરૂપ પતિની પ્રાપ્તિને અર્થે કોઈ કાષ્ઠ-ભક્ષણ કરે એટલે પંચાગ્નિની ધૂણીઓ સળગાવી તેમાં કાષ્ઠ હોમી તે અગ્નિનો પરિષહ સહન કરે છે, અને તેથી એમ સમજે છે કે પરમેશ્વરરૂપ પતિને પામીશું, પણ તે સમજવું ખોટું છે; કેમકે પંચાગ્નિ તાપવામાં તેની પ્રવૃત્તિ છે; તે પતિનું સ્વરૂપ જાણી તે પતિને પ્રસન્ન થવાનાં કારણો જાણી, તે કારણોની ઉપાસના તે કરતા નથી, માટે તે પરમેશ્વરરૂપ પતિને ક્યાંથી પામશે ? તેની મતિ જેવા સ્વભાવમાં પરિણમી છે, તેવા જ પ્રકારની ગતિને તે પામશે, જેથી મેળાપનું કંઈ ઠામઠેકાણું નથી. (૩) કોઈ પતિરંજન અતિઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ઘાતુમેળાપ. ઋષભ૦ (૪) હે સખી! કોઈ પતિને રીઝવવા માટે ઘણા પ્રકારનાં તપ કરે છે, પણ તે માત્ર શરીરને તાપ છે; એ પતિને રાજી કરવાનો માર્ગ મેં ગણ્યો નથી; પતિને રંજન કરવાને તો બન્નેની ધાતુનો મેળાપ થવો તે છે. કોઇ સ્ત્રી ગમે તેટલા કષ્ટથી તપશ્વર્યા કરી પોતાના પતિને રીઝવવા ઇચ્છે તોપણ જ્યાં સુધી તે સ્ત્રી પોતાની પ્રકૃતિ પતિની પ્રકૃતિના સ્વભાવાનુસાર કરી ન શકે ત્યાં સુધી પ્રકૃતિના પ્રતિકૂળપણાને લીધે તે પતિ પ્રસન્ન ન જ થાય અને તે સ્ત્રીને માત્ર શરીરે સુધાદિ તાપની પ્રાપ્તિ થાય; તેમ કોઈ મુમુક્ષુની વૃત્તિ ભગવાનને પતિપણે પ્રાપ્ત કરવાની હોય તો તે ભગવાનના સ્વરૂપાનુસાર વૃત્તિ ન કરે અને અન્ય સ્વરૂપમાં રચિમાન છતાં અનેક પ્રકારનાં તપ તપીને કષ્ટ સેવે તોપણ તે ભગવાનને પામે નહીં, કેમકે જેમ પતિપત્નીનો ખરો મેલાપ, અને ખરી પ્રસન્નતા ધાતુના એકત્વમાં છે, તેમ છે સખી ! ભગવાનમાં આ વૃત્તિને પતિપણું સ્થાપન કરી તે અચળ રાખવું હોય તો તે ભગવાનની સાથે ધાતુમેલાપ કરવો જ યોગ્ય છે; અર્થાત્ તે ભગવાન જે શુદ્ધચૈતન્યધાતુપણે પરિણમ્યા છે તેવી શુદ્ધચૈતન્ય વૃત્તિ કરવાથી જ તે ધાતુમાંથી પ્રતિકૂલ સ્વભાવ નિવર્તવાથી ઐક્ય થવાનો સંભવ છે; અને તે જ ધાતુમેલાપથી તે
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy