________________
| સિદ્ધિ (ચાલુ)
૬૫૦ છે. અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે, તેના તે આવરણના ઉદયે અજ્ઞાન સ્લરી, તે સિદ્ધિજોગ અલ્પકાળે ફળે છે. જ્ઞાની પુરુષથી તો માત્ર સ્વાભાવિક સ્કુર્યે જ ફળે છે; અન્ય પ્રકારે નહીં. જે જ્ઞાનીથી સ્વાભાવિક સિદ્ધિજોગ પરિણામી હોય છે, તે જ્ઞાની પુરુષ, અમે જે કરીએ છીએ તેવા અને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રતિબંધક કારણોથી મુક્ત હોય છે, કે જે કારણે આત્માનું ઐશ્વર્ય વિશેષ સ્કુરિત થઇ, અનાદિ જોગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે. ક્વચિત એમ પણ જાણીએ છીએ કે, કોઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિજોગ પરિણામ કર્યો હોય છે, તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે; અને તે પણ સંપૂર્ણ જ્ઞાનદશાનું કાર્ય નથી. અમે જે આ લખ્યું છે, તે બહુ વિચારવાથી સમજાશે.
(પૃ. ૩૭૩-૪). T મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઇ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. (પૃ. ૭૨૦) D “સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.” હે આજનો ! આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ
કરો. (પૃ. ૪૨૦) 1 નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દૃષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં જાય છે,
અને પછી તે મેળવવા તે પ્રયત્ન કરે છે. એ જ દૃષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. (પૃ. ૨૩૨). પાંચેક દિવસ પહેલાં પત્ર મળ્યું, જે પત્રમાં લમ્માદિકની વિચિત્ર દશા વર્ણવી છે તે. એવા અનેક પ્રકારના પરિત્યાગી વિચારો પાલટી પાલટીને જ્યારે આત્મા એકત્વ બુદ્ધિ પામી મહાત્માના સંગને આરાધશે, વા પોતે કોઈ પૂર્વના સ્મરણને પામશે તો ઇચ્છિત સિદ્ધિને પામશે. આ નિઃસંશય છે. (પૃ. ૨૩૦)
યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. (પૃ. ૧૫૫) D વનસ્પતિ આદિના જોગથી પારો બંધાઈ તેનું રૂપાં વગેરે રૂપ થવું તે સંભવતું નથી. તેમ નથી.
યોગસિદ્ધિના પ્રકારે કોઈ રીતે તેમ બનવા યોગ્ય છે, અને તે યોગનાં આઠ અંગમાંનાં પાંચ જેને પ્રાપ્ત છે તેને વિષે સિદ્ધિજોગ હોય છે. આ સિવાયની કલ્પના માત્ર કાળક્ષેપરૂપ છે. તેનો વિચાર ઉદય આવે તે પણ એક કૌતુકભૂત છે. કૌતુક આત્મપરિણામને વિષે યોગ્ય નથી. પારાનું સ્વાભાવિક પારાપણું છે. (પૃ. ૩૫૩).
સુખ
|| નિરાકુળતા એ સુખ છે. (પૃ. ૭૭૫) D દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે
છે. (પૃ. ૨૨૪) I એક નાનામાં નાના જંતુથી કરીને એક મદોન્મત્ત હાથી સુધીનાં સઘળાં પ્રાણીઓ, માનવીઓ અને
વિદાનવીઓ એ સઘળાંની સ્વાભાવિક ઇચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયાં રહે છે; પરંતુ વિવેકબુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે. તેઓ સંસારમાં નાના પ્રકારનાં સુખનો આરોપ કરે છે. અતિ અવલોકનથી એ સિદ્ધ છે કે તે આરોપ વૃથા છે. જે સુખ ભયવાળાં છે તે સુખ નથી પણ દુ:ખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે; તેમ જ પરિણામે મહા તાપ, અનંત શોક, અને અનંત ભય છે; તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે; વા નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ