________________
૬૫૧
સુખ (ચાલુ) કરતાં નથી. (પૃ. ૩૨) - I સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા
વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો ! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્મીત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે.
(પૃ. ૬૨૦) I અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણિમાં છે; સ્થિતિ થવા
માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્રર્ય ભૂલ. સમશ્રેણિ રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ
ફરી ફરી ચલિત થઈ જશે; ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. (પૃ. ૨૧૨) T સુખરૂપ આત્માનો ધર્મ છે એમ પ્રતીત થાય છે. તે સોના માફક શુદ્ધ છે. કર્મ વડે સુખદુઃખ સહન કરતાં છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા તથા તેનું રક્ષણ કરવા સૌ પ્રયત્ન કરે છે. સૌ સુખને ચાહે છે; પણ તે પરતંત્ર છે. પરતંત્રતા પ્રશંસાપાત્ર નથી; તે દુર્ગતિનો હેતુ છે. તેથી ખરા સુખના ઇચ્છકને માટે મોક્ષમાર્ગ વર્ણવ્યો છે. તે માર્ગ (મોક્ષ) રત્નત્રયની આરાધના વડે સર્વ કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે. (પૃ. ૭૬૬) સુખનો સમય હવે ક્યો કહેવો ? બાલ્યાવસ્થા? યુવાવસ્થા? જરાવસ્થા? નીરોગાવસ્થા ? રોગાવરથા? ધનાવરથા? નિર્ધનાવસ્થા? ગૃહસ્થાવરથા ? અગૃહસ્થાવરથા ? એ સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દ્રષ્ટિ કરાવી, સર્વ કાળને માટે સુખી કરે છે. એટલે કહ્યું શું? તો કે વધારે જિવાયું તોપણ સુખી, ઓછું જિવાયું તોપણ સુખી, પાછળ જન્મવું હોય તોપણ સુખી, ન જન્મવું હોય તોપણ સુખી. (પૃ. ૨૩૩) | તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી; સંતોષવાળો જીવ સદા સુખી. (પૃ. ૭૨૬) D સંસારમાં સુખ શું છે, કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઇચ્છા કરે છે? (પૃ. ૩૫૮)
હે જીવ! હવે ભોગથી શાંત થા, શાંત. વિચાર તો ખરો કે એમાં કયું સુખ છે? (પૃ. ૧૫૬) ' માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી; તો જયારથી એ વાક્ય
શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. (પૃ. ૨૪) 0 અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ
દીઠો છે. (પૃ. ૬૪૧) D જ્ઞાનદર્શનનું ફળ યથાખ્યાતચારિત્ર, અને તેનું ફળ નિર્વાણ; તેનું ફળ અવ્યાબાધ સુખ. (પૃ. ૭૭૩) 1 જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે, તે નિજસ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. બાહ્યપદાર્થમાં તેને સુખબુદ્ધિ નથી,
માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુઃખાદિનું વિશેષપણું કે ઓછાપણું કહી શકાતું નથી. (પૃ. ૪૬૭) પોતાના સ્વાભાવિક ભાવને લીધે આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી થાય છે, અને પોતાનાં કર્મથી મુક્ત
થવાથી અનંતસુખ પામે છે. (પૃ. ૫૮૮) I એક તરફથી ચૌદ રાજલોકનું સુખ હોય, અને બીજી તરફ સિદ્ધના એક પ્રદેશનું સુખ હોય તોપણ સિદ્ધના
એક પ્રદેશનું સુખ અનંતું થઈ જાય. (પૃ. ૭૨૨)