________________
૬૪૯
સિદ્ધિ (ચાલુ) ત્યાં તે પોતાથી વિશેષ જ્ઞાનીનો આશ્રય શોધે છે. આત્માની યોગ્યતા વગર એ શક્તિ આવતી નથી. આત્માએ પોતાનો અધિકાર વધારવાથી તે આવે છે.
(પૃ. ૭૭૯-૮૦) T બીજા પદાર્થો ઉપર ઉપયોગ આપીએ તો આત્માની શક્તિ આવિર્ભાવ થાય છે, તો સિદ્ધિ લબ્ધિ આદિ
શંકાને પાત્ર નથી. તે પ્રાપ્ત થતી નથી તેનું કારણ આત્મા નિરાવરણ નથી કરી શકાતો એ છે. એ શક્તિ બધી સાચી છે. ચૈતન્યમાં ચમત્કાર જોઇએ, તેનો શુદ્ધ રસ પ્રગટવો જોઇએ. એવી સિદ્ધિવાળા પુરુષો અશાતાની શાતા કરી શકે છે, તેમ છતાં તેની અપેક્ષા કરતા નથી; તે વેચવામાં જ નિર્જરા સમજે છે. (પૃ. ૭૮૫). 1 અષ્ટ મહાસિદ્ધિ આદિ જે જે સિદ્ધિઓ કહી છે, “ૐ' આદિ મંત્રયોગ કહ્યાં છે, તે સર્વ સાચાં છે.
આત્મશ્ચર્ય પાસે એ સર્વ અલ્પ છે. જ્યાં આત્મસ્થિરતા છે. ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિયોગ વસે છે. આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી, તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે, પણ વર્તમાનમાં કોઈક જીવમાં જ તેવી સ્થિરતા જોવામાં આવે છે. ઘણા જીવોમાં સત્ત્વનું ન્યૂનપણે વર્તે છે, અને તે કારણે તેવા ચમત્કારાદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. તમને અંદેશો રહે છે એ આશ્ચર્ય લાગે છે. જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિઃશંકપણું થાય, કેમકે આત્મામાં જે
સમર્થપણું છે, તે સમર્થપણા પાસે એ સિદ્ધિલબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી. (પૃ. ૪૬૭) I પૂર્વે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તે જ્ઞાનીમાં ઘણા જ્ઞાની પુરુષો સિદ્ધિજોગવાળા થઈ ગયા છે, એવું જે લોકકથન છે તે સાચું છે કે ખોટું, એમ આપનું (શ્રી સૌભાગ્યભાઇનું) પ્રશ્ન છે, અને સાચું સંભવે છે, એમ આપનો અભિપ્રાય છે. સાક્ષાત્ જોવામાં આવતું નથી, એ વિચારરૂપ જિજ્ઞાસા છે. કેટલાક માર્ગાનુસારી પુરુષો અને અજ્ઞાન યોગીપુરુષોને વિષે પણ સિદ્ધિજોગ હોય છે. ઘણું કરી તેમના ચિત્તના અત્યંત સરળપણાથી અથવા સિદ્ધિજોગાદિને અજ્ઞાનજોગે ફુરણા આપવાથી તે પ્રવર્તે છે. સમ્યફદ્રષ્ટિપુરુષો કે જેનો ચોથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાની પુરુષોને વિષે ક્વચિત્ સિદ્ધિ હોય છે, અને ક્વચિત્ સિદ્ધિ હોતી નથી. જેને વિષે હોય છે, તેને તે ફુરણા વિષે પ્રાયે ઇચ્છા થતી નથી; અને ઘણું કરી જ્યારે ઇચ્છા થાય છે, ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તો થાય છે; અને જો તેવી ઇચ્છા થઇ તો સમ્યક્ત્વથી પડવાપણું તેને ઘટે છે. પ્રાયે પાંચમે, છકે ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિજોગનો વિશેષ સંભવ થતો જાય છે; અને ત્યાં પણ જો પ્રમાદાદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુણઠાણાને વિષે સ્થિતિ થવી સંભવે છે. સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમ, દશમે ઘણું કરી પ્રમાદનો અવકાશ ઓછો છે. અગિયારમે ગુણઠાણે સિદ્ધિજોગનો લોભ સંભવતો જાણી. પ્રથમ ગુણઠાણે સ્થિતિ હોવી સંભવે છે. બાકી જેટલાં સમ્યત્વનાં સ્થાનક છે, અને જ્યાં સુધી સમ્યપરિણામી આત્મા છે ત્યાં સુધી, તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળ સંભવતી નથી. જે સમ્યજ્ઞાની પુરુષોથી સિદ્ધિજોગના ચમત્કારો લોકોએ જાણ્યા છે, તે તે જ્ઞાનીપુરુષના કરેલા સંભવતા નથી; સ્વભાવે કરી તે સિદ્ધિજોગ પરિણામ પામ્યા હોય છે. બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષને વિષે તે જોગ કહ્યો જતો નથી. માર્ગાનુસારી કે સમ્યફદૃષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચનાનુસાર કેટલીક વાર બને