________________
४८
|| સિદ્ધાંત (ચાલુ)
છે. (પૃ. ૪૬૧) T કરણાનુયોગમાં સિદ્ધાંતનો સમાવેશ થાય છે. (પૃ. ૭૮૫) 0 સિદ્ધાંતના બાંધા વિષે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે તેથી તે વચનો અસત્ છે એમ ન કહેવું;
કારણ કે જેને તમે અસતુ કહો છો, તે શાસ્ત્રથી જ પ્રથમ તો તમે જીવ, અજીવ એવું કહેતાં શીખ્યા છો; અર્થાત તે જ શાસ્ત્રોને આધારે જ તમે જે કંઈ જાણો છો તે જાણું છે; તો પછી તેને અસતુ કહેવાં તે ઉપકારને બદલે દોષ કરવા બરાબર ગણાય. વળી શાસ્ત્રના લખનારાઓ પણ વિચારવાન હતા; તેથી તે સિદ્ધાંત વિષે જાણતા હતા. મહાવીરસ્વામી પછી ઘણે વર્ષ લખાણાં છે માટે અસત્ કહેવાં તે દોષ ગણાય. હાલ સિદ્ધાંતોનો જે બાંધો જોવામાં આવે છે તે જ અક્ષરોમાં અનુક્રમે તીર્થંકરે કહ્યું હોય એમ કાંઈ નથી. પણ જેમ કોઈ વખતે કોઇએ વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા સંબંધી પૂછયું તો તે વખતે તે સંબંધી વાત કહી. વળી કોઇએ પૂછ્યું કે ધર્મકથા કેટલા પ્રકારે તો કહ્યું કે ચાર પ્રકારે :આક્ષેપણી, વિક્ષેપણી, નિર્વેદણી, સંવેગણી. આવા આવા પ્રકારની વાત થતી હોય તે તેમની પાસે જે ગણધરો હોય તે ધ્યાનમાં રાખી લે, અને અનુક્રમે તેનો બાંધો બાંધે. જેમ અહીં કોઈ વાત કરવાથી કોઇ ધ્યાનમાં રાખી અનુક્રમે તેનો બાંધો બાંધે તેમ. બાકી તીર્થકર જેટલું કહે તેટલું કાંઈ તેઓના ધ્યાનમાં ન રહે, અભિપ્રાય ધ્યાનમાં રહે. વળી ગણધરો પણ બુદ્ધિવાન હતા એટલે તે તીર્થકરે કહેલાં વાક્યો કાંઇ તેમાં આવ્યાં નથી એમ પણ નથી. સિદ્ધાંતોનો બાંધો એટલો બધો સખત છે છતાં યતિ લોકોને તેથી વિરુદ્ધ આચરણ કરતાં દેખીએ છીએ. દાખલા તરીકે, કહ્યું છે કે સાધુઓએ ધુપેલ નાંખવું નહીં, છતાં તે લોકો નાંખે છે. આથી કાંઈ જ્ઞાનીની વાણીનો દોષ નથી; પણ જીવની સમજણશક્તિનો દોષ છે. જીવમાં સદબુદ્ધિ ન હોય તો પ્રત્યક્ષ યોગે પણ તેને અવળું જ પરિણમે છે, અને જીવમાં સબુદ્ધિ હોય તો સવળું ભાસે છે. (પૃ. ૬૮૪-૫) | તારો સિદ્ધાંત ત્રુટે તેમ સંસારવ્યવહાર ન ચલાવું. (પૃ. ૧૪૧) | સિદ્ધિ D ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઇ નહીં. (પૃ. ૩).
ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે, અને તેને આધીન લબ્ધિ, સિદ્ધિ ઇત્યાદિ છે; અને ચારિત્ર સ્વચ્છ કરવું એ તેનો વિધિ છે. જે કાંઈ સિદ્ધિ, લબ્ધિ ઇત્યાદિ છે તે આત્માના જાગૃતપણામાં એટલે આત્માના અપ્રમત્ત સ્વભાવમાં છે. તે બધી શક્તિઓ આત્માને આધીન છે. આત્મા વિના કાંઈ નથી. એ સર્વનું મૂળ સમ્યફ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. લબ્ધિ, સિદ્ધિ સાચી છે; અને તે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે; જોગી, વૈરાગી એવા મિથ્યાત્વીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હોઇને સહેજ અપવાદ છે. એવી શક્તિઓવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી, તેમ બતાવતા પણ નથી. જે કહે છે તેની પાસે તેવું હોતું નથી. લબ્ધિ ક્ષોભકારી અને ચારિત્રને શિથિલ કરનારી છે. લબ્ધિ આદિ, માર્ગેથી પડવાનાં કારણો છે. તેથી કરી જ્ઞાનીને તેનો તિરસ્કાર હોય છે. જ્ઞાનીને જ્યાં લબ્ધિ. સિદ્ધિ આદિથી પડવાનો સંભવ ઉત્પન્ન થાય છે