________________
૪૫
સિદ્ધ (ચાલુ)
જ્ઞાનૌવરણીય આદિ કર્મભાવો જીવે સુદૃઢ(અવગાઢ)પણે બાંધ્યા છે; તેનો અભાવ ક૨વાથી પૂર્વે નહીં થયેલો એવો તે ‘સિદ્ધ ભગવાન' થાય. (પૃ. ૫૮૮)
સિદ્ધાવસ્થામાં યોગનો પણ અભાવ છે. માત્ર ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્ય સિદ્ધપદ છે. (પૃ. ૫૮૪)
D સિદ્ધ-શુદ્ધ ચૈતન્યાત્મકપણે વર્તે છે. (પૃ. ૭૭૦)
D_પારિણામિકભાવે હંમેશા જીવત્વપણું છે; એટલે જીવ જીવપણે પરિણમે, અને સિદ્ધત્વ ક્ષાયિકભાવે હોય, કારણ કે પ્રકૃતિઓનો ક્ષય કરવાથી સિદ્ધપર્યાય પમાય છે. (પૃ. ૭૮૨)
D સિદ્ધપદ એ દ્રવ્ય નથી, પણ આત્માનો એક શુદ્ધ પર્યાય છે. તે પહેલાં મનુષ્ય વા દેવ હતો ત્યારે તે પર્યાય હતો, એમ દ્રવ્ય શાશ્વત રહી પર્યાયાંતર થાય છે. (પૃ. ૭૬૪)
જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. (પૃ. ૪૧૨)
પંદર ભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેષે, ગમે તે જગોએ, ગમે તે લિંગે કલ્યાણ થાય તે છે. (પૃ. ૭૨૯)
D સિદ્ધને અનંત જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ એ સ્વભાવ સમાન છે; છતાં અનંતર પરંપર થવારૂપે પંદર ભેદ આ પ્રમાણે કહ્યાં છે ઃ
(૨) અતીર્થ.
(૫) સ્વયંબુદ્ધ.
(૮) સ્ત્રીલિંગ. (૧૧) અન્યલિંગ.
(૧૪) એક.
(૩) તીર્થંકર.
(5) પ્રત્યેકબુદ્ધ. (૯) પુરુષલિંગ. (૧૨) જૈનલિંગ.
(૧૫) અનેક.
(૧) તીર્થ. .
(૪) અતીર્થંકર.
(૭) બુદ્ઘબોધિત. (૧૦) નપુંસકલિંગ. (૧૩) ગૃહસ્થલિંગ. (પૃ. ૭૬૬)
પ્રત્યેક સિદ્ધાત્માની જ્ઞાયક સત્તા લોકાલોકપ્રમાણ, લોકને જાણનાર છતાં લોકથી ભિન્ન છે.
જુદા જુદા પ્રત્યેક દીવાનો પ્રકાશ એક થઇ ગયા છતાં દીવા જેમ જુદા જુદા છે, એ ન્યાયે પ્રત્યેક સિદ્ધ આત્મા જુદા જુદા છે. (પૃ. ૬૬૮)
E કોઇક જીવો લોકપ્રમાણ અવગાહનાને પામ્યા છે. કોઇક જીવો તે અવગાહનાને પામ્યા નથી. મિથ્યાદર્શન, કષાય અને યોગસહિત અનંત એવા સંસારી જીવો છે. તેથી રહિત એવા અનંત સિદ્ધ છે. (પૃ. ૫૮૮)
D સિદ્ધ અને સંસારી જીવો એ સમસત્તાવાનસ્વરૂપે છે એ નિશ્ચય જ્ઞાનીપુરુષોએ કર્યો છે તે યથાર્થ છે. તથાપિ ભેદ એટલો છે કે સિદ્ધને વિષે તે સત્તા પ્રગટપણે છે, સંસારી જીવને વિષે તે સત્તા સત્તાપણે છે. જેમ દીવાને વિષે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિષે અગ્નિ સત્તાપણે છે, તે પ્રકારે. દીવાને વિષે અને ચકમકને વિષે જે અગ્નિ છે તે અગ્નિપણે સમ છે, વ્યક્તિપણે (પ્રગટતા) અને શક્તિ(સત્તામાં)પણે ભેદ છે, પણ વસ્તુની જાતિપણે ભેદ નથી, તે પ્રકારે સિદ્ધના જીવને વિષે જે ચેતનસત્તા છે તે જ સૌ સંસારી જીવને વિષે છે. ભેદ માત્ર અપ્રગટપણાનો છે.
જેને તે ચેતનસત્તા પ્રગટી નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાનો હેતુ, પ્રગટસત્તા જેને વિષે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ, તે વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે;