________________
સિદ્ધ (ચાલુ)
૪૬
કેમકે તેથી આત્માને નિજસ્વરૂપનો વિચાર, ધ્યાન, સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે કે જે કર્તવ્ય છે. સિદ્ધસ્વરૂપ જેવું આત્મસ્વરૂપ છે એવું વિચારીને અને આ આત્માને વિષે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેનો અભાવ કરવા તે સિદ્ધસ્વરૂપનો વિચાર, ધ્યાન તથા સ્તુતિ ઘટે છે. એ પ્રકાર જાણી સિદ્ધની સ્તુતિ કરતાં કંઇ બાધ જણાતો નથી. (પૃ. ૪૧૦)
D સિદ્ધમાં સંવર કહેવાય નહીં, કેમકે ત્યાં કર્મ આવતું નથી, એટલે પછી રોકવાનું પણ હોય નહીં. મુક્તને વિષે સ્વભાવ સંભવે, એક ગુણથી, અંશથી તે સંપૂર્ણ સુધી. સિદ્ધદશામાં સ્વભાવસુખ પ્રગટયું. કર્મના આવરણો મટમાં એટલે સંવર, નિર્જરા હવે કોને રહે ? ત્રણ યોગ પણ હોય નહીં. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ બધાથી મુકાણા તેને કર્મ આવતાં નથી; એટલે તેને કર્મ રોકવાનાં હોય નહીં. એક હજારની રકમ હોય; અને પછી થોડે થોડે પૂરી કરી દીધી એટલે ખાતું બંધ થયું, તેની પેઠે. પાંચ કારણો કર્મનાં હતાં તે સંવર, નિર્જરાથી પૂર્ણ કર્યા એટલે પાંચ કારણોરૂપી ખાતું બંધ થયું; એટલે પછી ફરી કોઇ રીતે પ્રાપ્ત થાય જ નહીં. (પૃ. ૭૨૩-૪)
સંબંધિત શિર્ષકો : અત્યંત, ઇશ્વર, જિન, તીર્થંકર, દેવ, ભગવાન, મહાત્મા, મોટાપુરુષ, વીતરાગ, સદેવ, સત્પુરુષ
સિદ્ધાંત
D ‘સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું' એ જ મુખ્ય તો સમજવાનું છે. બાળજીવોને સમજવા સારુ સિદ્ધાંતોના મોટાભાગનું વર્ણન જ્ઞાનીપુરુષોએ કર્યું છે. (પૃ. ૬૯૫)
D આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુ:ખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઇ વ્યવસ્થિત કારણને લઇને રહ્યા છે. (પૃ. ૧૫૫)
D ‘નિમિત્તવાસી આ જીવ છે', એવું એક સામાન્ય વચન છે. તે સંગપ્રસંગથી થતી જીવની પરિણતિ વિષે જોતાં પ્રાયે સિદ્ધાંતરૂપ લાગી શકે છે. (પૃ. ૪૭૮)
સંસ્થાન, સંખ્યાવિશેષ આદિથી જ્ઞાન અને જ્ઞાનીને સર્વથા પ્રકારે ભેદ હોય તો બન્ને અચેતનત્વ પામે એમ સર્વજ્ઞ વીતરાગનો સિદ્ધાંત છે. (પૃ. ૫૮૨)
આત્મા અને જ્ઞાનનો સર્વથા ભેદ હોય તો બન્ને અચેતન થાય, એમ વીતરાગ સર્વજ્ઞનો સિદ્ધાંત છે. (પૃ. ૫૮૯)
શ્રી તીર્થંકર આત્માને સંકોચવિકાસનું ભાજન યોગદશામાં માને છે, તે સિદ્ધાંત વિશેષે કરી વિચારવા યોગ્ય છે. (પૃ. ૭૯૯)
D - સત્પુરુષો જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્ર સિદ્ધાંત તો કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવો છે; ને સૂત્ર કાગળમાં લખેલ દીવો છે. (પૃ. ૭૩૪)
E સૂત્ર અને સિદ્ધાંત એ બે જુદાં છે. સાચવવા સારુ સિદ્ધાંતો સૂત્રરૂપી પેટીમાં રાખવામાં આવ્યા છે. દેશ, કાળને અનુસરી સૂત્ર રચવામાં એટલે ગૂંથવામાં આવે છે; અને તેમાં સિદ્ધાંતની ગૂંથણી ક૨વામાં આવે છે. તે સિદ્ધાંતો ગમે તે કાળમાં, ગમે તે ક્ષેત્રમાં ફરતા નથી; અથવા ખંડિતપણાને પામતા નથી; અને જો તેમ થાય તો તે સિદ્ધાંત નથી.