________________
સામાયિક (ચાલુ)
૪૪ વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુલ્યતા છે. સાઠ ઘડીના અહોરાત્ર વ્યર્થ ચાલ્યા જાય છે. અસંખ્યાતા દિવસથી ભરેલાં અનંતાં કાળચક્ર વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. લક્ષપૂર્વક સામાયિક થવા માટે સામાયિકમાં પ્રવેશ કર્યા પછી ચાર લોગસ્સથી વધારે લોગસ્સનો કાયોત્સર્ગ કરી ચિત્તની કંઇક સ્વસ્થતા આણવી. પછી સૂત્રપાઠ કે ઉત્તમ ગ્રંથનું મનન કરવું. વૈરાગ્યનાં ઉત્તમ કાવ્યો બોલવાં, પાછળનું અધ્યયન કરેલું સ્મરણ કરી જવું. નૂતન અભ્યાસ થાય તો કરવો. કોઈને શાસ્ત્રાધારથી બોધ આપવો; એમ સામાયિકીકાળ વ્યતીત કરવો. મુનિરાજનો જો સમાગમ હોય તો આગમવાણી સાંભળવી અને તે મનન કરવી, તેમ ન હોય અને શાસ્ત્રપરિચય ન હોય તો વિચક્ષણ અભ્યાસી પાસેથી વૈરાગ્યબોધક કથન શ્રવણ કરવું; કિંવા કંઈ અભ્યાસ કરવો. એ સઘળી યોગવાઇ ન હોય તો કેટલોક ભાગ લપૂર્વક કાયોત્સર્ગમાં રોકવો; અને કેટલોક ભાગ મહાપુરુષોનાં ચરિત્રકથામાં ઉપયોગપૂર્વક રોકવો. પરંતુ જેમ બને તેમ વિવેકથી અને ઉત્સાહથી સામાયિકીકાળ વ્યતીત કરવો. કંઈ સાહિત્ય ન હોય તો પંચપરમેષ્ઠીમંત્રનો જાપ જ ઉત્સાહપૂર્વક કરવો. પણ વ્યર્થ કાળ કાઢી નાખવો નહીં. ધીરજથી, શાંતિથી અને યત્નાથી સામાયિક કરવું. જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્રપરિચય વધારવો.
સાઠ ઘડીના વખતમાંથી બે છડી અવશ્ય બચાવી સામાયિક તો સદ્ભાવથી કરવું. (પૃ. ૮૫-૭) T સ્ત્રી, ઘર, છોકરાંકૈયાં ભૂલી જવાય ત્યારે સામાયિક કર્યું કહેવાય. સામાન્ય વિચારને લઈને, ઇન્દ્રિયો વશ કરવા છકાયનો આરંભ કાયાથી ન કરતાં વૃત્તિ નિર્મળ થાય ત્યારે સામાયિક થઈ શકે. વ્યવહારસામાયિક બહુ નિષેધવા જેવું નથી; જોકે સાવ જડ વ્યવહારરૂપ સામાયિક કરી નાંખેલ છે. તે કરનારા જીવોને ખબર પણ નથી હોતી કે આથી કલ્યાણ શું થશે? (પૃ. ૭૧૮) T સામાયિક, છ આઠ કોટિનો વિવાદ મૂકી દીધા પછી નવ વિના નથી થતું, અને છેવટે નવ કોટિ વૃત્તિયે મૂક્યા વિના મોક્ષ નથી. અગિયાર પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. સામાયિક થાય તેની દશા તો અદ્દભુત થાય.
ત્યાંથી છ, સાત અને આઠમા ગુણસ્થાનકે જાય; ને ત્યાંથી બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. (પૃ. ૭૪૦). | સાવચેતી |
ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. (પૃ. ૬)
સાવચેતી શૂરાનું ભૂષણ છે. (પૃ. ૧૫) સિદ્ધ
જેમને પ્રાણધારણપણું નથી, તેનો જેમને સર્વથા અભાવ થયો છે, તે – દેહથી ભિન્ન અને વચનથી અગોચર જેમનું સ્વરૂપ છે એવા – ‘સિદ્ધ છે. વસ્તુદ્રષ્ટિથી જોઇએ તો સિદ્ધપદ ઉત્પન્ન થતું નથી, કેમકે તે કોઈ બીજા પદાર્થથી ઉત્પન્ન થતું કાર્ય નથી, તેમ તે કોઈ પ્રત્યે કારણરૂપ પણ નથી, કેમકે અન્ય સંબંધે તેની પ્રવૃત્તિ નથી. (પૃ. ૫૮૮). સિદ્ધ એટલે દેહાદિથી સંપૂર્ણપણે મુક્ત. (પૃ. ૭૧૭)