________________
$૪૩
સામાયિક (ચાલુ) || ૮. હાસ્યદોષ - સામાયિકમાં કોઈની હાંસી, મશ્કરી કરે તે હાસ્યદોષ'. ૯. અશુદ્ધદોષ - સામાયિકમાં સૂત્રપાઠ પૂનાધિક અને અશુદ્ધ બોલે તે અશુદ્ધદોષ”. ૧૦. મુણમુણદોષ - ગડબડગોટાથી સામાયિકમાં સૂત્રપાઠ બોલે, જે પોતે પણ પૂરું માંડ સમજી
શકે તે “મુણમુણદોષ”. હવે કાયાના બાર દોષ કહું છું. ૧. અયોગ્યઆસનદોષ - સામાયિકમાં પગ પર પગ ચઢાવી બેસે એ ગુર્નાદિકનું અવિનયરૂપ
આસન, માટે એ પહેલો “અયોગ્યઆસનદોષ'. ૨. ચલાસનદોષ - ડગડગતે આસને બેસી સામાયિક કરે, અથવા વારંવાર જ્યાંથી ઊઠવું પડે
તેવે આસને બેસે તે “ચલાસનદોષ”. ૩. ચલવૃષ્ટિદોષ - કાર્યોત્સર્ગમાં આખો ચંચળ રાખે એ “ચલદ્રષ્ટિદોષ'. ૪. સાવઘક્રિયાદોષ - સામાયિકમાં કંઈ પાપક્રિયા કે તેની સંજ્ઞા કરે તે “સાવઘક્રિયાદોષ'. ૫. આલંબનદોષ - ભીંતાદિ કે ઓઠીંગણ દઈ બેસે એથી ત્યાં બેઠેલા જંતુ આદિકનો નાશ થાય
અને પોતાને પ્રમાદ થાય, તે “આલંબનદોષ'. ૬. આકુંચનપ્રસારણદોષ - હાથ પગ સંકોચે, લાંબા કરે એ આદિ તે “આકુંચનપ્રસારણદોષ'. ૭. આલસદોષ - અંગ મરડે, ટચાકા વગાડે એ આદિ તે “આલસદોષ'. ૮. મોટનદોષ - આંગળી વગેરે વાંકી કરે, ટચાકા વગાડે તે “મોટનદોષ”. ૯. મલદોષ - ઘરડાઘરડ કરી સામાયિકમાં ચળ કરી મેલ ખંખેરે તે “મલદોષ'. ૧૦. વિમાસણદોષ - ગળામાં હાથ નાખી બેસે છે તે વિમાસણદોષ'. ૧૧. નિદ્રાદોષ - સામાયિકમાં ઊંઘ આવવી તે નિદ્રાદોષ'. ૧૨. વસ્ત્રસંકોચનદોષ - સામાયિકમાં ટાઢ પ્રમુખની ભીતિથી વસ્ત્રથી શરીર સંકોચે તે
વસ્તૃસંકોચનદોષ”. એ બત્રીશ દૂષણરહિત સામાયિક કરવી; પાંચ અતિચાર ટાળવા. એકાગ્રતા અને સાવધાની વિના એ બત્રીશ દોષમાંના અમુક દોષ પણ આવી જાય છે. વિજ્ઞાનવેત્તાઓએ સામાયિકનું જઘન્ય પ્રમાણ બે ઘડીનું બાંધ્યું છે. એ વ્રત સાવધાનીપૂર્વક કરવાથી પરમ શાંતિ આપે છે. કેટલાકનો એ બે ઘડીનો કાળ જ્યારે જતો નથી ત્યારે તેઓ બહુ કંટાળે છે. સામાયિકમાં નવરાશ લઈ બેસવાથી કાળ જાય પણ ક્યાંથી ? આધુનિકકાળમાં સાવધાનીથી સામાયિક કરનારા બહુ જ થોડા છે. પ્રતિક્રમણ સામાયિકની સાથે કરવાનું હોય છે ત્યારે તો વખત જવો સુગમ પડે છે. જોકે એવા પામરો પ્રતિક્રમણ લક્ષપૂર્વક કરી શકતા નથી. તો પણ કેવળ નવરાશ કરતાં એમાં જરૂર કંઈક ફેર પડે છે. સામાયિક પણ પૂરું જેઓને આવડતું નથી તેઓ બિચારા સામાયિકમાં પછી બહુ મંઝાય છે. કેટલાક ભારે કર્મીઓ એ અવસરમાં વ્યવહારના પ્રપંચો પણ ઘડી રાખે છે. આથી સામાયિક બહુ દોષિત થાય છે.