________________
સમાગમ (ચાલુ)
નિવૃત્તિક્ષેત્રે જેવો સત્સમાગમથી આત્મપરિણામનો ઉત્કર્ષ થાય, તેવો ઘણું કરી પ્રવૃત્તિવિશેષક્ષેત્રે થવો કઠણ પડે છે.
Fox
કોઇ વખત વિચારવાનને તો પ્રવૃત્તિક્ષેત્રમાં સત્યમાગમ વિશેષ લાભકારક થઇ પડે છે. જ્ઞાનીપુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું બને છે. એ આદિ નિમિત્તથી વિશેષ લાભકારક પણ થાય છે. (પૃ. ૪૬૬)
આ ક્ષેત્ર (મુંબઇ) સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાંખે તેવું છે. તેવા ક્ષેત્રમાં સત્યમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે; કેમકે આજુબાજુના સમાગમો, લોકવ્યવહાર બધા ઘણું કરી વિપર્યય રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઇ મુમુક્ષુજીવ અત્રે ચાહીને સમાગમાર્થે આવવા ઇચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર ‘ના’ લખવા જેવું બને છે; કેમકે તેના શ્રેયને બાધ ન થવા દેવો યોગ્ય છે.
શ્રી ડુંગ૨ના ચિત્તને કંઇ પણ વિક્ષેપ થતો હોય અને અત્રે આવવાનું કરાવવું થતું હોય તો સત્યમાગમ યથાયોગ્ય ન થાય. તેમ ના બનતું હોય તો શ્રી ડુંગરે અને શ્રી સૌભાગે અત્રે આવવામાં કંઇ પ્રતિબંધ નથી. (પૃ. ૪૬૫)
સંબંધિત શિર્ષકો : સત્સંગ, સંગ
સમાધિ
D શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે; તે અનુભવજ્ઞાને જોતાં ૫૨મ સત્ય છે.
અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમપ્રવૃત્તિ શ્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. (પૃ. ૪૪૪)
D શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. સહજસમાધિ એટલે બાહ્ય કારણો વગરની સમાધિ. તેનાથી પ્રમાદાદિ નાશ થાય. જેને આ સમાધિ વર્તે છે, તેને પુત્રમરણાદિથી પણ અસમાધિ થાય નહીં, તેમ તેને કોઇ લાખ રૂપિયા આપે તો આનંદ થાય નહીં, કે કોઇ પડાવી લે તો ખેદ થાય નહીં. જેને શાતા અશાતા બન્ને સમાન છે તેને સહજસમાધિ કહી.
સમકિતવૃષ્ટિ જીવને સહજસમાધિ છે. સત્તામાં કર્મ રહ્યાં હોય, પણ પોતાને સહજસમાધિ છે. બહારનાં કારણોથી તેને સમાધિ નથી, આત્મામાંથી મોહ ગયો તે જ સમાધિ છે.
સમકિત આવ્યા વગર કોઇને સહજસમાધિ થાય નહીં. સમકિત થવાથી સહેજે સમાધિ થાય. (પૃ. ૭૨૧)
જેની ગ્રંથિ છેદાઇ તેને સહજસમાધિ થાય, કેમકે જેનું મિથ્યાત્વ છેદાયું તેની મૂળ ગાંઠ છેદાઇ; અને તેથી બીજા ગુણો પ્રગટે જ. (પૃ. ૭૨૧)
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. (પૃ. ૪૫૧)
સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે. (પૃ. ૬૨૧)
D હૈ આર્ય ! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા