SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૩ સમાગમ (ચાલુ) | અવશ્ય કરવા યોગ્ય છે. (પૃ.૬૨૧) I અત્યંત દુષમકાળ છે તેને લીધે અને હતપુણ્ય લોકોએ ભરતક્ષેત્ર ઘેર્યું છે તેને લીધે પરમસત્સંગ, સત્સંગ કે સરળપરિણામી જીવોનો સત્સમાગમ પણ દુર્લભ છે, એમ જાણી જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે. (પૃ. ૮૦૪) સત્સમાગમ, સલ્ફાસ્ત્ર અને સદાચારમાં દૃઢ નિવાસ એ આત્મદશા થવાનાં પ્રબળ અવલંબન છે. સત્સમાગમનો યોગ દુર્લભ છે, તોપણ મુમુક્ષુએ તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગ્ય છે. તે યોગના અભાવે તો અવશ્ય કરી સન્શાસ્ત્રરૂપ વિચારના અવલંબને કરી સદાચારની જાગૃતિ જીવે રાખવી ઘટે છે. (પૃ. ૧૧) સત્સમાગમના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી, જેને વિષે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થસાધનો ઉપદેશ્યાં છે, તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે. (પૃ. ૫૦૦) કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમનો પ્રાપ્ત લાભ પણ શિથિલ થઈ જાય છે. સત્સમાગમના અભાવનો ખેદ રાખતાં છતાં પણ સત્સમાગમ થયો છે એ પરમપુણ્યયોગ બન્યો છે, માટે સર્વસંગત્યાગયોગ બનતાં સુધીમાં ગૃહસ્થપાસે સ્થિતિ હોય ત્યાં પર્યત તે પ્રવૃત્તિ, નીતિસહ, કંઈ પણ જાળવી લઇને પરમાર્થમાં ઉત્સાહસહિત પ્રવર્તી વિશુદ્ધિસ્થાનક નિત્ય અભ્યાસતાં રહેવું એ જ કર્તવ્ય છે. (પૃ. ૬૦૩). | સમાગમમાં દીનપણે આવવું નહીં. (પૃ. ૩૭૭) આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે, અથવા સત્સમાગમના યોગમાં એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગરૂપે બાહ્યસંયમ જ્ઞાનીપુરૂષોએ ઉપદેશ્યો છે. (પૃ. ૫૬૨-૩) [ આપે (શ્રી સૌભાગ્યભાઇએ) ઉપાધિ દૂર થવા વિષેમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે. પણ તે ઈશ્વરેચ્છાધીન છે; જે કંઈ પણ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકારે હાલ તો કરો અને જે ' સમાગમની પરમ ઇચ્છા તેને વિષે જ અભેદચિંતન રાખો. (પૃ. ૩૩૦). નિવૃત્તિયોગમાં સત્સમાગમની વૃત્તિ રાખવી યોગ્ય છે. (પૃ. ૨૫) T સુંદરલાલના દેહત્યાગ સંબંધી ખેદ જણાવી તે ઉપરથી સંસારનું અશરણાદિપણું લખ્યું તે યથાર્થ છે; તેવી પરિણતિ અખંડ વર્તે તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે; ક્યારેક ક્યારેક કોઈ નિમિત્તથી તેવાં પરિણામ થાય છે, પણ તેને વિઘ્નહેતુ એવા સંગ તથા પ્રસંગને વિષે જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી, અને સંસારાભિરુચિ થઈ જાય છે; તેવી અખંડ પરિણતિના ઇચ્છાવાન મુમુક્ષુને તે માટે નિત્ય સત્સમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે. (પૃ. ૫૦૩) સંબક, મણિ વગેરે મુમુક્ષુને તો સત્સમાગમ વિષેની રૂચિ અંતર ઇચ્છાથી કંઈક આ અવસરના માગમમાં થઇ છે, એટલે એકદમ દશા વિશેષ ન થાય તો પણ આશ્ચર્ય નથી. ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. (પૃ. ૬૦૫) T મને નિવૃત્તિ ઘણું કરી મળી શકે તેમ છે, પણ આ ક્ષેત્ર (મુંબઈ) સ્વભાવે પ્રવૃત્તિવિશેષવાળું છે, જેથી
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy