________________
૬૦પ
સમાધિસુખ અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. (પૃ. ૪૩૨) 0 દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે
છે. (પૃ. ૨૨૪) ઉપાધિને વિષે વિક્ષેપરહિતપણે વર્તવું એ વાત અત્યંત વિકટ છે; જે વર્તે છે તે થોડા કાળને વિષે
પરિપક્વ સમાધિરૂપ હોય છે I આત્મશાંતિ જે જિંદગીનો ધૃવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તોપણ
પરમ સમાધિનું સ્થાન છે. (પૃ. ૬૫૮) | જે જે પ્રકારે પરદ્રવ્ય(વસ્તુ)નાં કાર્યનું સંક્ષેપપણું થાય, નિજ દોષ જોવાનો દૃઢ લક્ષ રહે, અને સત્સમાગમ, સન્શાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વર્યા કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ સમાધિને યોગ્ય થાય,
એવો લક્ષ રાખશો. (પૃ. ૪૮૯) 1 જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી; ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. (પૃ. ૩૩૭) આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિષે વરસે છે, તે એક
અપૂર્વ આધાર છે. (પૃ. ૩૮૫) ID ઉપાધિમાં ઉપાધિ રાખવી. સમાધિમાં સમાધિ રાખવી. અંગ્રેજોની માફક કામટાણે કામ અને
આરામટાણે આરામ. એકબીજાને સેળભેળ કરી દેવો ન જોઈએ. (પૃ. ૭૮૫). સમાધિમરણ | તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. એક વાર જો સમાધિમરણ થયું તો સર્વ
કાળનાં અસમાધિમરણ ટળશે. (પૃ. ૧૬૫). | સંબંધિત શિર્ષકો મૃત્યુ, સંલેખના સમાધિસુખ 1 નિદ્રાદિ પ્રકૃતિ, (ક્રોધાદિ અનાદિ વૈરી) તે પ્રતિ ક્ષત્રિયભાવે વર્તવું, તેને અપમાન દેવું, તે છતાં ન
માને તો તેને દૂર થઈ ઉપશમાવવી, તે છતાં ન માને તો ખ્યાલમાં રાખી વખત આવ્યે તેને મારી
નાંખવી. આમ શૂર ક્ષત્રિયસ્વભાવે વર્તવું, જેથી વૈરીનો પરાભવ થઈ સમાધિસુખ થાય. (પૃ. ૭૮) | જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. (પૃ. ૪૫૨) અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ
સમાધિસુખ ભાનમાં આવતું નથી. (પૃ. ૪૫૩) T સંબંધિત શિર્ષક સુખ