________________
| સદ્ગુરુ (ચાલુ)
૫૮૮ આ જગતમાં સપરમાત્માની ભક્તિ-સતગુરુ-સસંગસતુશાસ્ત્રાધ્યયન-સમ્યફદ્રષ્ટિપણું અને સતુયોગ
એ કોઇ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. (પૃ. ૧૭૮) સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શો થાય? જો સદ્ગુરુઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે. સદ્ગુરુના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે, તે પોતાના સ્વરૂપની દશા પામે, કેમકે શુદ્ધ આત્માપણું એ જ જિનનું સ્વરૂપ છે; અથવા રાગ, દ્વેષ અને અજ્ઞાન જિનને વિષે નથી તે જ શુદ્ધ આત્મપદ છે, અને ત પદ તો સત્તાએ સવે જીવનું છે. તે સદ્ગુરુ-જિનને અવલંબીને અને જિનના સ્વરૂપને કહેવે કરી
મુમુક્ષુ જીવને સમજાય છે. (પૃ. પ૩૩-૪) T સદ્ગુરુ વિના માર્ગ નથી, એમ મોટા પુરુષોએ કહ્યું છે. આ ઉપદેશ વગર કારણે કર્યો નથી. (પૃ. ૭૧૭) D પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી સ્વચ્છંદ રોકાય છે, બાકી પોતાની ઇચ્છાએ બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું
કરીને તે બમણો થાય છે. સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને
વીતરાગે “સમકિત' કહ્યું છે. (પૃ. ૫૩૪) D દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ધર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સમ્યકત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસત્ હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું. સદ્ગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન
. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યકત્વ. જેટલી જેટલી આસ્થા અને અપૂર્વપણું તેટલું તેટલું સમ્યકત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી.
(પૃ. ૬૮-૭) T સાચા દેવનું, સાચા ગુરુનું, સાચા ધર્મનું ઓળખાણ થવું બહુ મુશ્કેલ છે. સાચા ગુરુનું ઓળખાણ થાય,
તેનો ઉપદેશ હોય, તો દેવ, સિદ્ધ, ધર્મ એ બધાનું ઓળખાણ થાય. બધાનું સ્વરૂપ સદ્ગુરુમાં સમાય. (પૃ. ૭૨૬) પોતાના પક્ષને છોડી દઈ, જે સદ્ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય. (પૃ. ૫૨૮) અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સરુચરણના આશ્રયે કરી બોધબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદૂગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે. (પૃ. ૪૮૬) 1 લોકોને કંઈ જૂઠું કહીને સદ્ગુરુ પાસે સત્સંગમાં આવવાની જરૂર નથી. લોકો એમ પૂછે કે “કોણ
પધાર્યા છે?' તો સ્પષ્ટ કહેવું કે “મારા પરમકૃપાળુ સદ્દગુરુ પધાર્યા છે. તેમનાં દર્શન અર્થે જવાનું છે.”