________________
સદાચરણ (ચાલુ)
૫૮૬
સત્સમાગમનો યોગ દુર્લભ છે, તોપણ મુમુક્ષએ તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગ્ય છે. તે યોગના અભાવે તો અવશ્ય કરી સાાસ્ત્રરૂપ વિચારના અવલંબને કરી સદાચારની જાગૃતિ જીવે રાખવી ઘટે છે. (પૃ. ૬૧૧). જે મુમુક્ષુઓ સત્સમાગમ, સદાચાર અને સત્સાસ્ત્રવિચારરૂપ અવલંબનમાં દૃઢ નિવાસ કરે છે, તેને
સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યત પહોંચવું કઠણ નથી; કઠણ છતાં પણ કઠણ નથી. (પૃ. ૬૧૧) T કોઈ પુરુષ પોતે વિશેષ સદાચારમાં તથા સંયમમાં પ્રવર્તે છે તેના સમાગમમાં આવવા ઇચ્છતા જીવોને
તે પદ્ધતિના અવલોકનથી જેવો સદાચાર તથા સંયમનો લાભ થાય છે. તેનો લાભ વિસ્તારવાળા
ઉપદેશથી પણ ઘણું કરીને થતો નથી, તે લક્ષ રાખવા યોગ્ય છે. (પૃ.૫૬૬) [ રાજા હો કે રંક હો - ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાનાં પુદ્ગલ
થોડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે. (પૃ.૪) T સંબંધિત શિર્ષક આચરણ | સદગુરુ |
સદ્ગુરુ કોણ કહેવાય? મિથ્યાત્વગ્રંથિ જેની છેદાઈ છે તે. સદ્ગુરુ એટલે નિગ્રંથ. (પૃ. ૭૧૨) [ આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર. આગમ એટલે આપ્ટે કહેલા
પદાર્થની શબ્દદ્વારાએ કરી રચનારૂપ શાસ્ત્ર. આપ્તનાં પ્રરૂપ્યાં શાસ્ત્રાનુસાર આચરણ કરવાવાળા,
આપ્તના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદ્ગુરુ (પૃ. ૭૬ ૧) I આત્મા ને સદ્ગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં
અથવા દેહને લગતાં બીજા ભાવ નહીં, પણ સદ્ગુરુનો આત્મા એ સદ્ગુરુ છે. જેણે આત્મસ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે
આત્મા અને સદ્ગુરુ એક જ એમ સમજવાનું છે. (પૃ. ૭૧૮) 1 અહો ! સવોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ; અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ
સર્વશદેવ; અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ; આ વિશ્વમાં
સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તે. (પૃ. ૮૩૦) 2 અજ્ઞાનરૂપી તિમિર, અંધકારથી જે અંધ તેનાં નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજનશલાકા, આંજવાની સળીથી
ખોલ્યાં તે શ્રી સદગુરુને નમસ્કાર. (પૃ. ૪૭૯) | ગુરુ ત્રણ પ્રકારના કહેવાય છે ઃ ૧. કાષ્ઠસ્વરૂપ : કાષ્ઠસ્વરૂપ ગુરુ સર્વોત્તમ છે; કારણ સંસારરૂપી સમુદ્રને કાષ્ઠસ્વરૂપી ગુરુ જ તરે
છે; અને તારી શકે છે. ૨. કાગળસ્વરૂપ : કાગળસ્વરૂપ ગુરુ એ મધ્યમ છે. તે સંસારસમુદ્રને પોતે તરી શકે નહીં, પરંતુ કંઈ
પુણ્યઉપાર્જન કરી શકે. એ બીજાને તારી શકે નહીં. ૩. પથ્થર સ્વરૂપ પથ્થરસ્વરૂપ તે પોતે બડે અને પરને પણ બુડાડે. કાષ્ઠસ્વરૂપ ગુરુ માત્ર જિનેશ્વર ભગવંતના શાસનમાં છે. બાકી બે પ્રકારના જે ગુરુ રહ્યા તે