________________
૫૮૫
સદાચરણ (ચાલુ) || (પૃ. ૭૩૪) T સદાચાર સેવવા જોઈએ. જ્ઞાની પુરુષોએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહપરિમાણ વગેરે
સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે સદાચારો સેવવા કહેલ છે તે યથાર્થ છે; સેવવા યોગ્ય છે. (પૃ. ૭૧૦) તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ
થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. (પૃ. ૪). D વર્ણાશ્રમાદિ, વર્ણાશ્રમાદિપૂર્વક આચાર તે સદાચારના અંગભૂત જેવા છે. (પૃ. પ૨૫)
જેમ બને તેમ સવૃત્તિ અને સદાચાર સેવવાં. જ્ઞાની પુરુષ કાંઈ વ્રત આપે નહીં અર્થાત જ્યારે પ્રગટ માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવાં. પણ ત્યાં સુધી યથાશક્તિ સદ્ગત અને સદાચાર સેવવાં એમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે. દોષો વર્જીને, ઉત્તમ પ્રકારે સવૃત્તિ અને સદાચાર સર્વેએ સેવવાં. નિર્દભપણે, નિરહંકારપણે અને નિષ્કામપણે જે સદ્ગત કરે છે તે દેખીને આડોશીપાડોશી અને બીજા લોકોને પણ તે અંગીકાર કરવાનું ભાન થાય છે. જે કંઈ સદ્ગત કરવાં તે લોકોને દેખાડવા અર્થે નહીં પણ માત્ર પોતાના હિતને અર્થે
કરવાં. નિર્દભપણે થવાથી લોકોમાં તેની અસર તરત થાય છે. (પૃ. ૬૮૬) 1 જીવ જો લૌકિક ભયથી ભય પામ્યો તો તેનાથી કાંઈ પણ નહીં થાય. લોક ગમે તેમ બોલે તેની દરકાર
ન કરતાં આત્મહિત જેનાથી થાય તેવાં સદાચરણ સેવવાં. (પૃ. ૭૨૫) T સદાચરણ ટેકસહિત સેવવાં, મરણ આવ્યું પણ હઠવું નહીં. (પૃ. ૭૨૬). સપુરુષના આશ્રયે સારાં આચરણો કરવાં. ખોટી બુદ્ધિ સહુને હેરાનકર્તા છે; પાપની કર્તા છે.
(પૃ. ૭૧૧). || જો સતપુરુષના આશ્રયે કષાયાદિ મોળા પાડો, ને સદાચાર સેવી અહંકારરહિત થાઓ, તો તમારું અને
બીજાનું હિત થાય. દંભરહિત, આત્માર્થે સદાચાર સેવવા; જેથી ઉપકાર થાય. (પૃ. ૭૨૫) - D મનુષ્ય અવતાર મળ્યો છે, ને સદાચાર નહીં સેવે, તો પસ્તાવાનું થશે. મનુષ્ય અવતારમાં સપુરુષનું
વચન સાંભળવાનો, વિચારવાનો યોગ મળ્યો છે. (પૃ. ૭૨૫). D વિશેષ થઇ શકે તો સારું. જ્ઞાનીઓને પણ સદાચરણ પ્રિય છે. વિકલ્પ કર્તવ્ય નથી. (પૃ. ૬૬૨) T સત્સમાગમના વિયોગમાં સાસ્ત્રનો સદાચારપૂર્વક પરિચય અવશ્ય કરવા યોગ્ય છે. (પૃ. ૬૨૧)
શુદ્ધ સાન વગરના આ જીવને કોઇ પણ યોગથી શુભેચ્છા, કલ્યાણ કરવાની ઇચ્છા પ્રાપ્ત થાય અને નિઃસ્પૃહ પરમ પુરુષનો યોગ બને તો જ આ જીવને ભાન આવવું યોગ્ય છે. તે વિયોગમાં સાસ્ત્ર અને સદાચારનો પરિચય કર્તવ્ય છે; અવશ્ય કર્તવ્ય છે. (પૃ. ૧૪). પારમાર્થિક કરુણાબુદ્ધિથી નિષ્પક્ષપાતપણે કલ્યાણનાં સાધનના ઉપદેષ્ટાપુરુષનો સમાગમ, ઉપાસના અને આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. તેવા સમાગમના વિયોગમાં સાસ્ત્રનો યથામતિ પરિચય રાખી સદાચારથી પ્રવર્તવું યોગ્ય છે. (પૃ. ૬૧૦) સત્સમાગમ, સન્શાસ્ત્ર અને સદાચારમાં દૃઢ નિવાસ એ આત્મદશા થવાનાં પ્રબળ અવલંબન છે.