SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૩ સત્ય પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહારસત્ય. આમાં પણ કોઈ પ્રાણીના પ્રાણનો નાશ થતો હોય, અગર ઉન્મત્તત્તાથી વચન બોલાયું હોય, યદ્યપિ ખરું હોય તોપણ અસત્યતુલ્ય જ છે. એમ જાણી પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે. મુનિ એ નામ પણ આ પૂર્વોક્ત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. આત્મા ધારે તો સત્ય બોલવું કંઈ કઠણ નથી. વ્યવહાર સત્યભાષા ઘણી વાર બોલવામાં આવે છે, પણ પરમાર્થસત્ય બોલવામાં આવ્યું નથી; માટે આ જીવનું ભવભ્રમણ મટતું નથી. સમ્યક્ત્વ થયા બાદ અભ્યાસથી પરમાર્થસત્ય બોલવાનું થઈ શકે છે, અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે અખંડ સમ્યફદર્શન આવે તો જ સંપૂર્ણપણે પરમાર્થસત્ય વચન બોલી શકાય; એટલે કે તો જ આત્મામાંથી અન્ય પદાર્થ ભિન્નપણે ઉપયોગમાં લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે. કોઈ પૂછે કે લોક શાશ્વત કે અશાશ્વત તો ઉપયોગપૂર્વક ન બોલતાં, “લોક શાશ્વત', કહે તો અસત્ય વચન બોલાયું એમ થાય. તે વચન બોલતાં લોક શાશ્વત કેમ કહેવામાં આવ્યો, તેનું કારણ ધ્યાનમાં રાખી તે બોલે તો તે સત્ય ગણાય. આ વ્યવહારસત્યના પણ બે વિભાગ થઇ શકે છે, એક સર્વથા પ્રકારે અને બીજો દેશથી. નિશ્રયસત્ય પર ઉપયોગ રાખી, પ્રિય એટલે જે વચન અન્યને અથવા જેના સંબંધમાં બોલાયું હોય તેને પ્રીતિકારી હોય; અને પથ્ય, ગુણકારી હોય એવું જ સત્ય વચન બોલનાર સર્વવિરતિ મુનિરાજ પ્રાય હોઈ શકે છે. સંસાર ઉપર અભાવ રાખનાર હોવા છતાં પૂર્વકર્મથી, અથવા બીજા કારણથી સંસારમાં રહેનાર ગૃહસ્થ દેશથી સત્ય વચન બોલવાનો નિયમ રાખવો યોગ્ય છે. તે મુખ્ય આ પ્રમાણે :કન્યાલીક, મનુષ્ય સંબંધી અસત્ય; ગોવાલીક, પશુસંબંધી અસત્ય; ભૌમાલીક, ભૂમિસંબંધી અસત્ય; ખોટી સાક્ષી, અને થાપણમૃષા એટલે વિશ્વાસથી રાખવા આપેલા દ્રવ્યાદિ પદાર્થ તે પાછા માગતાં, તે સંબંધી ઈનકાર જવું છે. આ પાંચ સ્થૂળ પ્રકાર છે. . • આ સંબંધમાં વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી, યથાસ્થિત એટલે જેવા પ્રકારે વસ્તુઓનાં સમ્યફ સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કહેવાનો નિયમ તેને દેશથી વ્રત ધારણ કરનારે અવશ્ય કરવા યોગ્ય છે. આ કહેલા સત્ય વિષે ઉપદેશ વિચારી તે ક્રમમાં અવશ્ય આવવું એ જ ફળદાયક છે. (પૃ. ૭૫-૭) T સત્ય એક છે, બે પ્રકારનું નથી; અને તે જ્ઞાનીના અનુગ્રહ વિના પ્રાપ્ત થતું નથી. માટે મતમતાંતરનો ત્યાગ કરી જ્ઞાનીની આજ્ઞામાં અથવા સત્સંગમાં પ્રવર્તવું. જેમ જીવનું બંધન નિવૃત્ત થાય તેમ કરવું યોગ્ય છે. અને જૈનાદિક મતોનો આગ્રહ મટાડી તે (જ્ઞાનાવતારપુરુષ) જેમ પ્રવર્તાવે તેમ પ્રવર્તવાની અમારી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી, અને હજુ પણ એમ જ વર્તે છે કે સત્યનો જ માત્ર આગ્રહ રાખવો. મતને વિષે મધ્યસ્થ રહેવું. (પૃ. ૨૪૭). -1 આ લોકસ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. રચના બધી અસત્યના આગ્રહની ભાવના કરાવવાવાળી છે. (પૃ. ૩૨૪)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy