________________
| સત્ય (ચાલુ)
૫૭૪
T સામાન્ય કથનમાં પણ કહેવાય છે કે, સત્ય એ આ “સૃષ્ટિનું ધારણ છે; અથવા સત્યના આધારે આ
“સૃષ્ટિ' રહી છે. એ કથનમાંથી એવી શિક્ષા મળે છે કે, ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યાં છે; અને એ ચાર ન હોય તો જગતનું રૂપ કેવું ભયંકર હોય ? એ માટે થઇને સત્ય
એ “સૃષ્ટિનું ધારણ” છે એમ કહેવું એ કંઈ અતિશયોક્તિ જેવું, કે નહીં માનવા જેવું નથી. (પૃ. ૭૪) || સત્ય બોલવું એ કાંઈ મુશ્કેલ નથી, સાવ સહજ છે. જે વેપારાદિ સત્ય વડે થાય તે જ કરવાં. જો છ
મહિના સુધી એમ વર્તાય તો પછી સત્ય બોલવું સહજ થઈ જાય છે. સત્ય બોલતાં કદાચ થોડો વખત પ્રથમ થોડું નુકસાન પણ થાય; પણ પછી અનંત ગુણનો ધણી જે આત્મા તે આખો લુંટાઈ જાય છે તે લુંટાતો બંધ પડે. સત્ય બોલતાં ધીમે ધીમે સહજ થઇ જાય છે; અને થયા પછી વ્રત લેવું; અભ્યાસ રાખવો; કેમકે ઉત્કૃષ્ટ પરિણામવાળા આત્મા વિરલા છે. (પૃ. ૭૨૫) T સત્યનો જય છે. પ્રથમ મુશ્કેલી જણાય, પણ પાછળથી સત્યનો પ્રભાવ થાય ને તેની અસર સામા
માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય. સત્યથી મનુષ્યનો આત્મા સ્ફટિક જેવો જણાય છે.
(પૃ. ૭૭૭) D દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહમર્યાદા આદિ અહંકારરહિત કરવાં. લોકોને બતાવવા અર્થે
કાંઈ પણ કરવું નહીં. (પૃ. ૭૨૫) | દયા, સત્ય, અદત્ત ન લેવું એ આદિ સદાચાર એ સપુરુષની સમીપ આવવાનાં સંસાધન છે.
(પૃ. ૭૩૪) જે પાંચ મહાવ્રત ભગવાને પ્રણીત કર્યા છે; તેમાંના પ્રથમ મહાવ્રતની રક્ષાને માટે બાકીનાં ચાર વ્રત વાડરૂપે છે; અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવ્રત છે. એ સત્યના અનેક ભેદ સિદ્ધાંતથી શ્રુત
કરવા અવશ્યના છે. (પૃ. ૭૫) I ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે
સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય
છે. (પૃ. ૩૦૯) T સત્યશોધનમાં સરળતાની જરૂર છે. સત્યનો મર્મ લેવા વિવેકપૂર્વક મર્મમાં ઊતરવું જોઈએ. (પૃ. ૬૬૬). જે કોઇ સાચા અંતઃકરણે સપુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી. (પૃ. ૦૫) T સત્ય પણ કરુણામય બોલવું. (પૃ. ૧૩૬) D વર્તનમાં બાળક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. (પૃ. ૧૫૬)
જેને ચોર પણ લઇ શકે નહીં તેવો ખજાનો શું? વિદ્યા, સત્ય અને શિયાળવ્રત. (પૃ. ૧૫) T સત્ય બોલે નહીં ત્યાં સુધી ગુણ પ્રગટે નહીં. (પૃ. ૭૨) D સંબંધિત શિર્ષક: અસત્ય