SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૨ | સપુરુષનાં વચન (ચાલુ) ત્યારે જ ગુણ પ્રગટશે. (પૃ. ૭૧૧). જેનાં વચન સાંભળવાથી આત્મા સ્થિર થાય, વૃત્તિ નિર્મળ થાય તે સત્પરુષનાં વચન શ્રવણ થાય તો પછી સમ્યકત્વ થાય. (પૃ. ૭૧૮) 1 ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, પુરુષમાં વર્તે છે. (પૃ. ૫૧૬) કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સત્પરુષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે; અથવું. બારમાં ક્ષીણમોહગુણસ્થાનકપર્વત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામ્યું “કેવળજ્ઞાન' ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે; એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે. (પૃ. ૫૭૦). I આજનો દિવસ સોનેરી છે, પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે, એમ સપુરુષોએ કહ્યું છે; માટે માન્ય કર. (પૃ. ૬) | સંબંધિત શિર્ષકો : જ્ઞાનીનાં વચન, જ્ઞાનીની વાણી, વચન, વીતરાગવચન | સત્ય D વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું તે સત્ય બે પ્રકારે છે. “પરમાર્થસત્ય અને વ્યવહારસત્ય.’ પરમાર્થસત્ય” એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારે નથી, એ ઉપયોગ રહેવો જોઇએ. અન્ય આત્માના સંબંધી બોલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદવાળો તે આત્મા ન છતાં માત્ર વ્યવહારનયથી કાર્યને માટે બોલાવવામાં આવે છે; એવા ઉપયોગપૂર્વક બોલાય તો તે પારમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે. દૃષ્ટાંત એક માણસ પોતાના આરોપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતો હોય તે વખત સ્પષ્ટપણે તે તે પદાર્થથી વક્તા હું ભિન્ન છું, અને તે મારાં નથી, એમ સ્પષ્ટપણે બોલનારને ભાન હોય તો તે સત્ય કહેવાય. દ્રષ્ટાંત : જેમ કોઈ ગ્રંથકાર શ્રેણિકરાજા અને ચલણારાણીનું વર્ણન કરતા હોય; તો તેઓ બન્ને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમનો સંબંધ, અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વગેરેનો સંબંધ હતો; તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થસત્ય. વ્યવહાર સત્ય આવ્યા વિના પરમાર્થસત્ય વચન બોલવાનું બને તેમ ન હોવાથી વ્યવહાર સત્ય નીચે પ્રમાણે જાણવાનું છે. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહારસત્ય. દૃષ્ટાંત : જેમ કે અમુક માણસનો લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગ્યે દીઠો હોય, અને કોઈના
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy