________________
સત્પુરુષનાં વચન
૫૭૧
સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો ! (પૃ. ૩૯૫-૬)
E સંબંધિત શિર્ષકો : અદ્વૈત, ઇશ્વર, જિન, તીર્થંકર, દેવ, ભગવાન, મહાત્મા, મોટાપુરુષ, વીતરાગ, સદેવ, સિદ્ધ
સત્પુરુષનાં વચન
સત્પુરુષની વાણી સર્વ નયાત્મક વર્તે છે. (પૃ. ૬૪૭)
સત્પુરુષની વાત પુરુષાર્થને મંદ કરવાની હોય નહીં; પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય. (પૃ. ૭૨૦)
જ્ઞાન જે કામ કરે છે તે અદ્ભુત છે. સત્પુરુષનાં વચન વગર વિચાર આવતો નથી; વિચાર વિના વૈરાગ્ય આવે નહીં; વૈરાગ્ય, વિચાર વગર જ્ઞાન આવે નહીં. આ કારણથી સત્પુરુષનાં વચનો વારંવાર વિચારવાં. (પૃ. ૭૨૫)
D યથાર્થ ભાવસંયમની જિજ્ઞાસાથી પ્રવર્તો છો, માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો જાણી સત્શાસ્ત્ર, અપ્રતિબંધતા, ચિત્તની એકાગ્રતા, સત્પુરુષોનાં વચનોની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી યોગ્ય છે. (પૃ. ૫૬૩)
D જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે છે, તેમ તેમ સત્પુરુષનાં વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે; અને બંધનિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. (પૃ. ૩૯૮)
D હૈ આયુષ્યમનો ! આ જીવે સર્વ કર્યું છે. એક આ વિના, તે શું ? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. (પૃ. ૨૬૦)
સત્પુરુષનું વચન સાંભળવું દુર્લભ છે, શ્રદ્ધવું દુર્લભ છે, વિચારવું દુર્લભ છે, તો અનુભવવું દુર્લભ હોય તેમાં શી નવાઇ ? (પૃ. ૭૧૪)
સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઇ હોય તોપણ તેનો પરમાર્થ સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી, તેને સમજાવો દુર્લભ થાય છે, એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારેય પણ કારણ થાય. (પૃ. ૩૮૫)
D જ્ઞાનીઓએ કહ્યું છે તેથી જીવ અવળો ચાલે છે; એટલે સત્પુરુષની વાણી ક્યાંથી પરિણામ પામે ? લોકલાજ પરિગ્રહ આદિ શલ્ય છે. એ શલ્યને લઇને જીવનું પાણી ભભકતું નથી. તે શલ્યને સત્પુરુષનાં વચનરૂપી ટાંકણે કરી તડ પડે તો પાણી ભભકી ઊઠે. જીવના શલ્ય, દોષો હજારો દિવસના પ્રયત્ને પણ જાતે ન ટળે, પણ સત્સંગનો યોગ એક મહીના સુધી થાય, તો ટળે; ને રસ્તે જીવ ચાલ્યો જાય. (પૃ. ૭૨૬)
સત્પુરુષોનાં વચનો આત્મામાં પરિણામ પામ્યું મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભયોગ વગેરે બધા દોષો અનુક્રમે મોળા પડે.
લોકનો ભય મૂકી સત્પુરુષોનાં વચનો આત્મામાં પરિણમાવે તો સર્વ દોષ જાય. (પૃ. ૭૧૨, ૭૧૫) સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિષે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે, અને દોષ ઘટાડશે