________________
શ્વેતાંબર - દિગંબર (ચાલુ)
૫૧૮
તફાવત છે. કરણાનુયોગમાં ગણિતાકારે સિદ્ધાંતો મેળવેલા છે. તેમાં તફાવત હોવાનો સંભવ નથી. કર્મગ્રંથ મુખ્યપણે કરણાનુયોગમાં સમાય. (પૃ. ૭૭૪-૫)
D જિનકલ્પીવિહાર વ્યવચ્છેદ, એમ શ્વેતાંબરનું કથન છે; દિગંબરનું કથન નથી. (પૃ. ૩૫૪)
D ‘પ્રવચનસારોદ્વાર’ ગ્રંથના ત્રીજા ભાગમાં જિનકલ્પનું વર્ણન કર્યું છે. એ ગ્રંથ શ્વેતાંબરી છે. તેમાં કહ્યું છે કે એ કલ્પ સાધના૨ નીચેના ગુણોવાળો મહાત્મા હોવો જોઇએ :–
૧. સંઘયણ. ૨. ધીરજ. ૩. શ્રુત. ૪. વીર્ય. ૫. અસંગતા.
દિગંબરવૃષ્ટિમાં આ દશા સાતમા ગુણસ્થાનકવર્તીની છે. દિગંબરદૃષ્ટિ પ્રમાણે સ્થવિરકલ્પી અને જિનકલ્પી એ નગ્ન હોય; અને શ્વેતાંબર પ્રમાણે પહેલા એટલે સ્થવિર નગ્ન ન હોય. એ કલ્પ સાધનારને શ્રુતજ્ઞાન એટલું બધું બળવાન હોવું જોઇએ કે વૃત્તિ શ્રુતજ્ઞાનાકારે હોવી જોઇએ, વિષયાકારે વૃત્તિ થવી ન જોઇએ. દિગંબર કહે છે કે નાગાનો એટલે નગ્ન સ્થિતિવાળાનો મોક્ષમાર્ગ છે, બાકી તો ઉન્મત્તમાર્ગ છે. ‘qો વિમોબવમળો, સેસા ય ૩માયા સવે.' વળી ‘નાગો' એ બાદશાહથી આઘો' એટલે તેથી વધારે ચઢિયાતો એ કહેવત પ્રમાણે એ સ્થિતિ બાદશાહને પૂજ્ય છે. (પૃ. ૭૭૫) દ્રવ્ય મન આઠ પાંખડીનું દિગંબર સંપ્રદાયમાં કહ્યું છે. શ્વેતાંબર સંપ્રદાયમાં તે વાત વિશેષ ચર્ચિત નથી. (પૃ. ૬૨૫)
શરીરાદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગંબરવૃત્તિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ ન થઇ શકે, તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા યોગ્ય નથી. તેમ જ વસ્ત્રનો આગ્રહ કરી દિગંબરવૃત્તિનો એકાંત નિષેધ કરી વસ્ત્ર મૂર્છાદિ કારણોથી ચારિત્રમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી. (પૃ. ૬૧૨)
દિગંબરનાં તીવ્ર વચનોને લીધે કંઇ રહસ્ય સમજી શકાય છે. શ્વેતાંબરની મોળાશને લીધે રસ ઠંડાતો ગયો. (પૃ. ૭૭૦)
તીર્થંકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ બે ઉપયોગ દિગંબરમત પ્રમાણે છે, શ્વેતાંબરમત પ્રમાણે નથી. બા૨મા ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય એમ ત્રણ પ્રકૃતિનો ક્ષય એક સાથે થાય છે; અને ઉત્પન્ન થતી લબ્ધિ પણ સાથે થાય છે. જો એક સમયે ન થતું હોય તો એકબીજી પ્રકૃત્તિએ ખમવું જોઇએ. શ્વેતાંબર કહે છે કે જ્ઞાન સત્તામાં રહેવું જોઇએ, કારણ એક સમયે બે ઉપયોગ ન હોય; પણ દિગંબરની તેથી જુદી માન્યતા છે. (પૃ. ૭૮૩)
આવરણ છે એ વાત નિઃસંદેહ છે; જે શ્વેતાંબર તથા દિગંબર બન્ને કહે છે; પરંતુ આવરણને સાથે લઇ કહેવામાં થોડું એકબીજાથી તફાવતવાળું છે.
દિગંબર કહે છે કે કેવળજ્ઞાન સત્તારૂપે નહીં, પરંતુ શકિતરૂપે રહ્યું છે. જોકે સત્તા અને શકિતનો સામાન્ય અર્થ એક છે; પરંતુ વિશેષાર્થ પ્રમાણે કંઇક ફે૨ ૨હે છે. (પૃ. ૭૫૭)
D દિગંબરસંપ્રદાય એમ કહે છે કે આત્મામાં કેવળજ્ઞાન શકિતરૂપે રહ્યું છે. શ્વેતાંબરસંપ્રદાય કેવળજ્ઞાન સત્તારૂપે રહ્યાનું કહે છે.
સત્તામાં એટલે આવરણમાં રહ્યું છે એમ કહેવાય. સત્તામાં કર્મપ્રકૃતિ હોય તે ઉદયમાં આવે એ શક્તિરૂપે ન કહેવાય. સત્તામાં કેવળજ્ઞાન હોય અને આવરણમાં ન હોય એમ ન બને. ‘ભગવતી