________________
પપ૯
શ્વેતાંબર -દિગંબર (ચાલુ) આરાધના જોશો. (પૃ. ૭૭૭) “સર્વથા મોક્ષ થવો' એમ આ કાળે બને નહીં એમ બેયનો અભિપ્રાય છે; તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. (પૃ. ૩૫૪) શ્રી આનંદઘનજી શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. “ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ, પરંપરા અનુભવ રે' ઇત્યાદિ પંચાંગીનું નામ તેમના શ્રી નમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હોત તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના? (પૃ. ૬) શ્રી સમંતભદ્રસૂરિ વિ૦ નં૦ બીજા સૈકામાં થયા. તેઓ શ્વેતાંબર દિગંબર બન્નેમાં એક સરખા સન્માનિત છે. (પૃ. ૬૭૨) E દેવાગમસ્તોત્ર' જે મહાત્મા સમંતભદ્રાચાર્ય (જેના નામનો શબ્દાર્થ “કલ્યાણ જેને માન્ય છે', એવો થાય
છે) બનાવેલ છે, અને તેના ઉપર દિગંબર તથા શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરી છે. એ મહાત્મા દિગંબર આચાર્ય છતાં તેઓનું કરેલું ઉપરનું સ્તોત્ર શ્વેતાંબર આચાર્યોને પણ માન્ય છે. (પૃ. ૭૭૪). “પરમાત્મપ્રકાશ' દિગંબર આચાર્યનો બનાવેલો છે. તે ઉપર ટીકા થઈ છે. (પૃ. ૭૭૫)