________________
- પપ૭.
શ્વેતાંબર - દિગંબર
| સંબંધિત શિર્ષક : જ્ઞાન શ્રેણી | ઉપશમ અને ક્ષેપક એ બે જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી; ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણી બે પ્રકારે છે. એક આજ્ઞારૂપ; એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. (પૃ. ૨૫૦) T સત્સંગના અભાવથી ચઢેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે. (પૃ. ૨૩૫) T સંબંધિત શિર્ષક : ઉપશમ, સમ્યક્ત્વ-ઉપશમ શ્રોતા
જયાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણો ન હોય ત્યાં સુધી વકતા તથા શ્રોતા હોઈ શકે નહીં.
(પૃ. ૭૭૭) D અપાત્ર શ્રોતાને દ્રવ્યાનુયોગાદિ ભાવ ઉપદેશવાથી નાસ્તિકાદિ ભાવો ઉત્પન્ન થવાનો વખત આવે છે,
અથવા શુષ્કજ્ઞાની થવાનો વખત આવે છે. (પૃ. ૫૭૯) શ્વેતાંબર - દિગંબર , દિગંબર અને શ્વેતાંબર એવા બે ભેદ જિનદર્શનમાં મુખ્ય છે. મતદૃષ્ટિથી તેમાં મોટો અંતર જોવામાં આવે છે. તત્ત્વદ્રષ્ટિથી તેવો વિશેષ ભેદ જિનદર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે; જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે, તેમાં તેવો ભેદ નથી; માટે બન્ને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષો સમ્યફષ્ટિથી જુએ છે;
અને જેમ તત્ત્વપ્રતીતિનો અંતરાય ઓછો થાય તેમ પ્રવર્તે છે. (પૃ. ૫૮૧) D જૈનધર્મનો આશય, દિગંબર તેમ જ શ્વેતાંબર આચાર્યોનો આશય, ને દ્વાદશાંગીનો આશય માત્ર
આત્માનો સનાતન ધર્મ પમાડવાનો છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી
આંટી છે. (પૃ. ૭૬૫) 1 દિગંબર અને શ્વેતાંબરપણું દેશ, કાળ, અધિકારીયોગે ઉપકારનો હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ
ઉપદેશ્ય તેમ પ્રવર્તતાં આત્માર્થ જ છે. (પૃ. ૬૧૨) શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે, કે અસંયતિપૂજા નામે આશ્ચર્યવાળો હુંડ - બીટ - એવો આ પંચમકાળ અનંતકાળે આર્યવરૂપે તીર્થંકરાદિકે ગણ્યો છે. “મોક્ષમાર્ગપ્રકાશમાં વર્તમાન જિનાગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે, તે નિષેધ કર્તવ્ય નથી. વર્તમાન આગમમાં અમુક સ્થળો વધારે સંદેહનાં સ્થાન છે, પણ સત્યરુષની દૃષ્ટિએ જોતાં તેનું નિરાકરણ થાય છે, માટે ઉપશમવૃષ્ટિએ તે આગમો અવલોકન કરવામાં સંશય
કર્તવ્ય નથી. (પૃ. ૬૧૨). 0 કરણાનુયોગ કે દ્રવ્યાનુયોગમાં દિગંબર અને શ્વેતાંબર વચ્ચે તફાવત નથી. માત્ર બાહ્ય વ્યવહારમાં