________________
૫૩૭
વ્યસન
૬. ને ચાલતાં ઉપજીવન માટે કંઇ પણ અલ્પ અનાચાર (અસત્ય અને સહજ માયા) સેવવો પડે તો
મહાશોચથી સેવવો, પ્રાયશ્ચિત ધ્યાનમાં રાખવું. સેવવામાં નીચેના દોષ ન આવવા જોઇએ:૧. કોઇથી મહા વિશ્વાસઘાત
૨. મિત્રથી વિશ્વાસઘાત ૩. કોઇની થાપણ ઓળવવી
૪. વ્યસનનું સેવવું ૫. મિથ્યા આળનું મૂકવું
૬. ખોટા લેખ કરવા ૭. હિસાબમાં ચૂકવવું
૮. જુલમી ભાવ કહેવો ૯. નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવો ૧૦. જૂનાધિક તોળી આપવું ૧૧. એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું ૧૨. કર્માદાની ઘંધો ૧૩. લાંચ કે અદત્તાદાન -- એ વાટેથી કંઈ રળવું નહીં.
એ જાણે સામાન્ય વ્યવહારશુદ્ધિ ઉપજીવન અર્થે કહી ગયો. (પૃ. ૧૭૯-૮૦) વ્યસન
તમાકુ સુંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર. નવીન વ્યસન કરતાં અટક. (પૃ. ૭) D કોઇ વ્યસન એવું નહીં. (પૃ. ૧૫૧) | વ્યસન વધાર્યાં વધે છે અને નિયમમાં રાખ્યાં નિયમમાં રહે છે. તેમણે વ્યસન થોડા વખતમાં ત્રણ ગણું.
કરી નાખ્યું તો તે વિષે તેમને ઠપકો દેવાનો હેતુ એટલો જ છે કે આથી તમારી કાયાને ઘણું નુકસાન થતું જાય છે, તથા મન પરવશ થતું જાય છે, જેથી આ લોક અને પરલોકનું કલ્યાણ ચૂકી જવાય છે.
(પૃ. ૬૫૧) I એક પાઈની ચાર બીડી આવે. હજાર રૂપિયા રોજ કમાતા બેરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તો એક ચતુર્ભાશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેનો એવો બેરિસ્ટર મૂચ્છયોગે નજીવી ચીજ માટે વલખાં મારે ! (પૃ. ૬૬૨-૩) જેમ એક પાઈની ચાર બીડી મળે છે; અર્થાતુ પા પાઇની એક બીડી છે. તેવી બીડીનું જો તને વ્યસન હોય તો તે અપૂર્વ જ્ઞાનીનાં વચનો સાંભળતો હોય તો પણ જો ત્યાં ક્યાંયથી બીડીનો ધુમાડો આવ્યો કે તારા આત્મામાંથી વૃત્તિનો ધુમાડો નીકળે છે, અને જ્ઞાનીનાં વચનો ઉપરથી પ્રેમ જતો રહે છે. બીડી જેવા પદાર્થમાં, તેની ક્રિયામાં વૃત્તિ ખેંચાવાથી વૃત્તિક્ષોભ નિવૃત્ત થતો નથી ! પા પાઇની બીડીથી જો એમ થઈ જાય છે, તો વ્યસનીની કિંમત તેથી પણ તુચ્છ થઈ; એક પાઇના ચાર આત્મા થયા, માટે
દરેક પદાર્થમાં તુચ્છપણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવવી; અને ક્ષય કરવી. (પૃ. ૬૮૯-૯૦) D પાંચ વરસ થયાં એક બીડી જેવું વ્યસન તે પ્રેરણા કર્યા વિના મૂકી શકાયું નહીં. અમારો ઉપદેશ તો જેને
તરત જ કરવા ઉપર વિચાર હોય તેને જ કરવો. (પૃ. ૭૩૫).