________________
વ્યવહાર (ચાલુ)
૫૩
નિવૃત્તિશ્રેણિ તમને અપ્રિય હશે તોપણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપથી, તમને કોઇ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઇચ્છા રાખીને ખસી જઇશ. (પૃ. ૨૩૫-૬)
D નિઃસંગપણું એ વનવાસીનો વિષય છે એમ જ્ઞાનીઓએ કહેલ છે તે સત્ય છે. જેનામાં બે વ્યવહાર, સાંસારિક અને અસાંસારિક હોય તેનાથી નિઃસંગપણું થાય નહીં. (પૃ. ૭૬૮)
– વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. (પૃ. ૬)
સંબંધિત શિર્ષક : લોકવ્યવહાર
વ્યવહારકાળ
D સમય, નિમેષ, કાષ્ઠા, કલા, નાલી, મુહૂર્ત, દિવસ, રાત્રિ, માસ, ઋતુ અને સંવત્સરાદિ તે વ્યવહારકાળ છે. (પૃ. ૫૮૮)
E સંબંધિત શિર્ષકો : કાળ, નિશ્ર્ચયકાળ
વ્યવહારશુદ્ધિ
પ્ર૦ વ્યવહારશુદ્ધિ કેમ થઇ શકે ?
ઉ૦ વ્યવહારશુદ્ધિની આવશ્યક્તા આપના લક્ષમાં હશે; છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે કે આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસારપ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે; વ્યવહારશુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યક્તા પણ નિઃશંક છે.
૧. જેને ધર્મ સંબંધી કંઇ પણ બોધ થયો છે, અને રળવાની જેને જરૂર નથી, તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ન કરવું જોઇએ.
૨. જેને ધર્મ સંબંધી બોધ થયો છે, છતાં સ્થિતિનું દુઃખ હોય તો બનતી ઉપાધિ કરીને રળવા તેણે પ્રયત્ન કરવું જોઇએ.
(સર્વસંગપરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમોથી સંબંધ નથી.) ...
૩. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ ઝાવાં નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઇ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય, કિંવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઇ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું; તેમ છતાં ન વળી શકે તેમ હોય તો અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઇએ.
૪. પરિણામે આર્ત્તધ્યાન ધ્યાવાની જરૂર પડે, તેમ કરીને બેસવાથી રળવું સારું છે.
૫. જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે, તેણે કોઇ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઇએ. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયાને વચનને ન હોય. અનાચારથી મન સુખી થતું નથી, આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે.