________________
વ્યાખ્યાન
૫૩૮
વ્યાખ્યાન T સ્વચ્છેદે, સ્વમતિકલ્પનાએ, સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ,
વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે. (પૃ. ૭૭) I વ્યાખ્યાનમાં ભંગાળ, રાગ (સ્વર) કાઢી સંભળાવે છે, પણ તેમાં આત્માર્થ નથી. (પૃ. ૭૨૫) | મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તો પોતે સ્વાધ્યાય કરે છે એવો ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે, તે મનમાં કરવામાં આવે છે, તેના બદલે વ્યાખ્યાનરૂપ સ્વાધ્યાય'ઊંચા સ્વરે, માન, પૂજા, સત્કાર, આહારાદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામબુદ્ધિથી આત્માર્થે કરવો. (પૃ. ૬૭૮). 1 શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, તેથી અહંભાવાદિનો ભય રહે છે, તે સંભવિત છે.
જેણે જેણે સદ્ગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી; અથવા તરત સમાય છે. તે અહંભાવને જો આગળથી
ઝેર જેવો પ્રતીત કર્યો હોય, તો પૂર્વાપર તેનો સંભવ ઓછો થાય. (પૃ. ૫૨૪) I વ્યાખ્યાન કરવું પડે તો કરવું; પણ આ કર્તવ્યની હજુ મારી યોગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે,
એમ સમજતાં જતાં ઉદાસીન ભાવે કરવું, ન કરવા માટે જેટલા સામાને રુચિકર અને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા, અને તેમ છતાંય જ્યારે કરવું પડે તો ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું. (પૃ. ૨૬૧). વ્યાપાર 0 મારંભી, હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય તો અટકજે. (પૃ. ૬) 1 અકરણીય વ્યાપાર કરું નહીં. (પૃ. ૧૪૧) વ્રત 0 અંતઃકરણ કોમળ કરવા, શુદ્ધ કરવા વ્રતાદિ કરવાનું કહ્યું છે. (પૃ. ૭૦૯)
પ્ર0 વતનિયમ કરવાં કે નહીં? ઉ૦ વ્રતનિયમ કરવાનાં છે. તેની સાથે કજિયા, કંકાસ, છોકરા હૈયાં અને ઘરમાં મારાપણું કરવું નહીં.
ઊંચી દશાએ જવા માટે વ્રતનિયમ કરવાં. (પૃ. ૭૧૭) I જેને ચોર પણ લઈ શકે નહીં તેવો ખજાનો શું? વિદ્યા, સત્ય અને શિયવ્રત. (પૃ. ૧૫) D દરેક જીવે વ્રત લેવું હોય તો સ્પષ્ટાઈની સાથે બીજાની સાક્ષીએ લેવું. તેમાં સ્વેચ્છાએ વર્તવું નહીં.
વ્રતમાં રહી શકતો આગાર રાખ્યો હોય અને કારણવિશેષને લઇને વસ્તુનો ઉપયોગ કરવો પડે તો તેમ કરવામાં અધિકારી પોતે ન બનવું. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તવું. નહીં તો તેમાં મોળા પડી જવાય છે;
અને વ્રતનો ભંગ થાય છે. (પૃ. ૬૭૩) T સદ્ગત આચરવામાં શૂરાતન રહે તેમ કરવું, મંદ પરિણામ થાય તેમ કરવું નહીં. જે જે આગાર
બતાવ્યા છે તે ધ્યાનમાં રાખવા પણ ભોગવવાની બુદ્ધિએ ભોગવવા નહીં. (૫