________________
વિવેક (ચાલુ)
૫૧૬ 1 જ્ઞાનદર્શનાદિ ગુણો અજ્ઞાનઅદર્શને ઘેરી લઇ જે મિશ્રતા કરી નાંખી છે તે ઓળખી ભાવ અમતમાં
આવવું, એનું નામ વિવેક છે. વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક કહેવાય છે, તે સત્ય છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં એ પણ સત્ય છે. જ્ઞાન, શીલ, ધર્મ, તત્ત્વ અને તપ એ સઘળાં વિવેક વિના ઉદય પામે નહીં એ આપનું કહેવું યથાર્થ છે. (પૃ. ૯૫) જેમ વિવેક એ ઘર્મનું મૂળતત્ત્વ છે, તેમ યત્ના એ ધર્મનું ઉપતત્ત્વ છે. વિવેકથી ધર્મતત્ત્વ ગ્રહણ કરાય છે
અને યત્નાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે, તે પ્રમાણે વર્તન કરી શકાય છે. (પૃ. ૭૭) I જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્યઉપશમ બળવાન ન
હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત્ વિવેક હોય નહીં. (પૃ. ૪૦૮) પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે. જગતના જેટલા પદાર્થો છે, તેમાંથી ચક્ષુરિન્દ્રિય વડે જે દ્રશ્યમાન થાય છે તેનો વિચાર કરતાં આ જીવથી તે પર છે અથવા તો આ જીવના તે નથી; એટલું જ નહીં પણ તેના તરફ રાગાદિ ભાવ થાય તો તેથી તે જ દુ:ખરૂપ નીવડે છે, માટે તેનાથી વ્યાવૃત્ત કરવા નિગ્રંથ કહે છે. જે પદાર્થો ચક્ષુરિન્દ્રિયથી દ્રશ્યમાન નથી અથવા ચક્ષુરિન્દ્રિયથી બોધ થઈ શકતા નથી પણ પ્રાણેન્દ્રિયથી જાણી શકાય છે, તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. તે બે ઇન્દ્રિયોથી નહીં પણ જેનો બોધ રસેન્દ્રિયથી થઈ શકે છે, તે પદાર્થો પણ આ જીવના નથી, ઇત્યાદિ. એ ત્રણ ઇયોથી નહીં પણ જેનું જ્ઞાન સ્પર્શેન્દ્રિયથી થઈ શકે છે, તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. એ ચાર ઇન્દ્રિયથી નહીં પણ જેનું જ્ઞાન કેન્દ્રિયથી થઈ શકે છે, તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. તે પાંચ ઇન્દ્રિય સહિત મનથી અથવા તે પાંચમાંની એકાદ ઈન્દ્રિય સહિત મનથી વા તે ઇન્દ્રિયો વિના એકલા મનથી જેનો બોધ થઇ શકે છે, એવા રૂપી પદાર્થ પણ આ જીવના નથી, પણ તેનાથી પર છે, ઇત્યાદિ. તે રૂપી ઉપરાંત અરૂપી પદાર્થ આકાશાદિ છે જે મન વડે માન્યા જાય છે, તે પણ આત્માના નથી; પણ તેથી પર છે, ઇત્યાદિ આ જગતના પદાર્થ માટે વિચાર કરતાં તે તમામ નહીં પણ તેમાંથી આ જીવે પોતાના માન્યા છે, તે પણ આ જીવના નથી; અથવા તેનાથી પર છે, ઇત્યાદી. જેવાં કે :
૧. કુટુંબ અને સગાંસંબંધી, મિત્ર, શત્રુ આદિ મનુષ્યવર્ગ. ૨. નોકર, ચાકર, ગુલામ આદિ મનુષ્યવર્ગ. ૩. પશુ પક્ષી આદિ તિર્યચ. ૪. નારકી દેવતા આદિ. ૫. પાંચ જાતના એકેન્દ્રિય. છે. ઘર, જમીન, ક્ષેત્રાદિ, ગામગરાસાદિ, તથા પર્વતાદિ. ૭. નદી, તળાવ, કૂવા, વાવ, સમુદ્રાદિ. ૮. હરેક પ્રકારનાં કારખાનાદિ.