________________
૫૧૫
વિવેક
રખડાવનાર એટલે અજીવરાશિ જે જીવથી પર છે તે પ્રત્યે પ્રીતિ તેનું નિવૃત્તિપણું આમાં આવતું નથી, ત્યાં સુધી વિરતિ શી રીતે ગણી શકાય ? તેનું સમાધાન :- પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનથી જે વિરતિ કરવી છે તેનું જે વિરતિપણું છે તેમાં અજીવરાશિની વિરતિ આવી જાય છે. (પૃ. ૭૪૭-૯)
E સંબંધિત શિર્ષકો : દીક્ષા, મુનિ
વિરહ
વિરહ પણ સુખદાયક માનવો. અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે. તેમ જ સંતના વિ૨હાનુભવનું ફળ પણ તે જ છે. (પૃ. ૨૮૪)
વિરાધક
D આ કાળમાં આરાધકપણાનાં કારણો ઘટતાં જાય છે, અને વિરાધકપણાનાં લક્ષણો વર્ધમાનતા પામતાં જાય છે. (પૃ. ૬૯૨)
આ કાળમાં ઘણા જીવ વિરાધક હોય છે અને નહીં જેવો જ સંસ્કાર થાય છે. (પૃ. ૭૩૫)
તુચ્છ પામર પુરુષો વિરાધક વૃત્તિના ધણી અગ્રભાગે વર્તે છે. કિંચિત્ સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાતતુલ્ય દુઃખ લાગતું હોય એમ દેખાય છે. (પૃ. ૮૨૨)
વિરોધ
D તમારે (શ્રી પ્રભુશ્રીજીને) વેદાંત ગ્રંથ વાંચવાનો કે તે પ્રસંગની વાતચીત શ્રવણ કરવાનો પ્રસંગ રહેતો હોય તો તે વાંચનથી તથા શ્રવણથી જીવમાં વૈરાગ્ય અને ઉપશમ વર્ધમાન થાય તેમ કરવું યોગ્ય છે. તેમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંતનો નિશ્ચય જો થતો હોય તો કરવામાં બાધ નથી, તથાપિ જ્ઞાનીપુરુષના સમાગમ, ઉપાસનાથી સિદ્ધાંતનો નિશ્ચય કર્યા વિના આત્મવિરોધ થવા સંભવ છે. (પૃ. ૪૬૧) D_પ્રમત્ત-પ્રમત્ત એવા વર્તમાન જીવો છે, અને પરમ પુરુષોએ અપ્રમત્તમાં સહજ આત્મશુદ્ધિ કહી છે, માટે તે વિરોધ શાંત થવા ૫૨મ પુરુષનો સમાગમ, ચરણનો યોગ જ પરમ હિતકારી છે. (પૃ. ૬૪૮) પરિગ્રહધારી યતિઓને સન્માનવાથી મિથ્યાત્વને પોષણ મળે છે, માર્ગનો વિરોધ થાય છે. દાક્ષિણ્યતા - સભ્યતા પણ જાળવવાં જોઇએ. (પૃ. ૬૬૭)
[] શૂરાતન કરીને આગ્રહ, કદાગ્રહથી દૂર રહેવું; પણ વિરોધ કરવો નહીં. (પૃ. ૭૧૧)
E સંબંધિત શિર્ષક : અવિરોધ
વિવેક
D વિવેક = સાચાને સાચું સમજવું. (પૃ. ૭૨૩)
લઘુ શિષ્યો - ભગવન્ ! આપ અમને સ્થળે સ્થળે કહેતા આવો છો કે વિવેક એ મહાન શ્રેયસ્કર છે. વિવેક એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાનો દીવો છે. વિવેક વડે કરીને ધર્મ ટકે છે. વિવેક નથી ત્યાં ધર્મ નથી તો વિવેક એટલે શું ? તે અમને કહો.
ગુરુ - આયુષ્યમનો ! સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવાં તેનું નામ વિવેક. (પૃ. ૯૪-૫)