________________
૫૧૭
વિવેક (ચાલુ) | હવે કુટુંબ અને સગા સિવાય સ્ત્રી પુત્રાદિ જે અતિ નજદીકનાં અથવા જે પોતાનાથી ઉત્પન્ન થયેલાં છે તે પણ. એમ બધાંને બાદ કરતાં છેવટ પોતાનું શરીર જે કહેવામાં આવે છે તેને માટે વિચાર કરવામાં આવે છે.
૧. કાયા, વચન, અને મન એ ત્રણે યોગ ને તેની ક્રિયા. ૨. પાંચે ઇન્દ્રિયો વગેરે. ૩. માથાના વાળથી પગના નખ સુધીના દરેક અવયવ જેમ કે:
બધાં સ્થાનના વાળ, ચર્મ (ચામડી), ખોપરી, મગજ, માંસ, લોહી, નાડી, હાડ, માથું, કપાળ, કાન, આંખ, નાક, મુખ, જિલ્લા, દાંત, ગળું, હોઠ, હડપચી, ગરદન, છાતી, વાંસો, પેટ, કરોડ, બરડો, ગુદા, કુલા, લિંગ, સાથળ, ગોઠણ, હાથ, બાવડાં, પોંચા, કોણી, ઘૂંટી,
ઢાંકણી, પાની, નખ ઇત્યાદિ અનેક અવયવો યાને વિભાગો. ઉપર બતાવેલા મધ્યેનું એક પણ આ જીવનું નથી, છતાં પોતાનું માની બેઠો છે, તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત્ત કરવા માટે માત્ર માન્યતાની ભૂલ છે, તે સુધારવાથી બની શકવા યોગ્ય
તે ભૂલ શાથી થઈ છે? તે વિચારતાં, રાગ દ્વેષ ને અજ્ઞાનથી. ત્યારે તે રાગાદિને કાઢવા. તે શાથી નીકળે ? જ્ઞાનથી. તે જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય? પ્રત્યક્ષ એવા સદ્ગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી
| યોગ અને આત્મા અર્પણ કરવાથી. તે જો પ્રત્યક્ષ સદૂગુરુની હાજરી હોય તો શું કરવું? ત્યાં તેમની આજ્ઞાનુસાર વર્તન કરવું. પરમ કરૂણાશીલ, જેના દરેક પરમાણુમાં દયાનો ઝરો વહેતો રહે છે એવા નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થનો વિચાર કરતાં છતાં અનાદિકાળથી દેહાત્મબુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી, તથાપિ કોઈ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. અને તે માટે વારંવાર ગવેષણા કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે પ્રતીતિ થાય છે તેથી વિશેષપણે થઈ શકે તેમ સંભવે છે, કારણ કે જેમ જે વિચારની શ્રેણિની દ્રઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાતરી થતી જાય છે. બધા સંજોગો અને સંબંધો યથાશકિત વિચારતાં એમ તો પ્રતીતિ થાય છે કે દેહથી ભિન્ન એવો કોઈ પદાર્થ
આવા વિચાર કરવામાં એકાંતાદિ જે સાધનો જોઈએ તે નહીં મેળવવાથી વિચારની શ્રેણિને વારંવાર કોઇ નહીં તો કોઈ પ્રકારે વ્યાઘાત થાય છે ને તેથી વિચારની શ્રેણિ ચાલુ થઈ હોય તે ત્રુટી જાય છે. આવા ભાંગ્યા તૂટયા વિચારની શ્રેણિ છતાં ક્ષયોપશમ પ્રમાણે વિચારતાં જડ પદાર્થ (શરીરાદિ) સિવાય તેના સંબંધમાં કોઈ પણ વસ્તુ છે, ચોક્કસ છે એવી ખાતરી થાય છે. આવરણનું જોર અથવા તો અનાદિકાળના દેહાત્મબુદ્ધિના અધ્યાસથી એ નિર્ણય ભૂલી જવાય છે, ને ભૂલવાળા રસ્તા ઉપર દોરવાઈ
જવાય છે. (પૃ. ૭૮૯-૯૧, ફૂટનોટ) I મોહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું. નહીં તો વસ્તુગતે એ વિવેક ખરો છે. (પૃ. ૨૧૫)