________________
અહં (ચાલુ)
અર્થે સર્વ સાધન કહ્યાં છે. અહંતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા, કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજાગ્લાઘાદિ પામવા અર્થે, કોઇ મહાપુરુષનો કંઈ ઉપદેશ છે નહીં, અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાની પુરુષની છે. (પૃ. ૪૨૨) શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, તેથી અહંભાવાદિનો ભય રહે છે, તે સંભવિત છે. જેણે જેણે સદૃગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી; અથવા તરત શમાય છે. તે અહંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય, તો પૂર્વાપર તેનો સંભવ ઓછો થાય. કંઈક અંતરમાં ચાતુર્યાદિ ભાવે મીઠાશ સૂક્ષ્મપરિણતિએ પણ રાખી હોય, તો તે પૂર્વાપર વિશેષતા પામે છે; પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ ઝેર છે, એમાં કોઇ રીતે સંશય નથી; અને સંશય થાય, તો તે સંશય માનવો નથી; તે સંશયને અજ્ઞાન જ જાણવું છે, એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય, તો તે અહંભાવ ઘણું કરી બળ કરી શક્તો નથી. વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભાવતા થઇ તેનો પાછો અહંભાવ થઇ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર, ઝેર અને ઝેર માની રાખી વર્તાયું હોય તો આત્માર્થને બાધ ન થાય. (પૃ. ૫૨૪) જરા સમતા આવે કે અહંકાર આવીને ભુલાવે છે કે “હું સમતાવાળો છું. માટે ઉપયોગ જાગૃત રાખવો.
ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે. (પૃ. ૭૦૬) D મારું તો કાંઈ નથી, મારી તો કયા પણ નથી માટે મારું કાંઈ નથી. એમ થાય તો અહંકાર માટે એ યથાર્થ
છે. (પૃ. ૭૦૭). નમસ્કારાદિ જ્ઞાની પુરુષને કરવા તે શિષ્યનો અહંકાર ટાળવા માટે છે. પણ મનમાં ઊંચુંનીચું થયા કરે તો આરો ક્યારે આવે ! જીવ અહંકાર રાખે છે, અસતુ વચનો બોલે છે, બ્રાંતિ રાખે છે, તેનું તેને લગારે ભાન નથી. એ ભાન
થયા વિના નિવેડો આવવાનો નથી. (પૃ. ૭૧૧) - a “છ ખંડના ભોક્તા રાજ મૂકી ચાલી ગયા, અને હું આવા અલ્પ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી
બેઠો છું' એમ કેમ વિચારતો નથી? (પૃ. ૭૨૭) T કોઈને સ્વચ્છેદે કાંઈ કહેવું નહીં. કહેવા યોગ્ય હોય તો અહંકારરહિતપણે કહેવું. (પૃ. ૯૪) 1 જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, તો ઘણા જ દોષ, વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં
અહંકારરહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન સવળું જ થાય. (પૃ. ૬૯૬) T આપણે વિષે કોઈ ગુણ પ્રકટયો હોય, અને તે માટે જો કોઈ માણસ આપણી સ્તુતિ કરે, અને જો તેથી
આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો હઠે. પોતાના આત્માને નિંદે નહીં, અત્યંતરદોષ વિચારે નહીં, તો જીવ લૌકિકભાવમાં ચાલ્યો જાય; પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિદે,
અહંભાવરહિતપણું વિચારે, તો પુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય. (પૃ. ૭૦૦). T કદી પણ દંભાણે કે અહંકારપણે આચરણ કરવાનું જરાય મનમાં લાવવું નહીં. (પૃ. ૬૮૭)
દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહમર્યાદા આદિ અહંકારરહિત કરવાં. લોકોને બતાવવા અર્થે