________________
૨૬
અસ્તિકાય (ચાલુ)
‘દ્રવ્યસંજ્ઞા'ને પામે છે. (પૃ. ૫૮૭) In સંબંધિત શિર્ષકો અધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, પંચાસ્તિકાય
જીવ અહંકાર કરી બાહ્યક્રિયા કરે છે; અહંકારથી માયા ખર્ચે છે; તે માઠી ગતિનાં કારણો છે. સાચા સંગ વગર આ દોષ ઘટે નહીં. (પૃ. ૭૨૯). “હું કર્તા” “હું કરું છું” “હું કેવું કરું છું?' આદિ જે વિભાવ છે તે જ મિથ્યાત્વ. અહંકારથી કરી સંસારમાં અનંત દુ:ખ પ્રાપ્ત થાય; ચારે ગતિમાં રઝળે. કોઇનું દીધું દેવાતું નથી; કોઈનું લીધું લેવાતું નથી, જીવ ફોકટ કલ્પના કરી રઝળે છે. જે પ્રમાણે કર્મ ઉપાર્જન કરેલાં હોય તે પ્રમાણે લાભ, અલાભ, આયુષ, શાતા, અશાતા મળે છે. પોતાથી કાંઇ અપાતું લેવાતું નથી. અહંકારે કરી “મેં આને સુખ આપ્યું”; “મેં દુઃખ આપ્યું; “મેં અન્ન આપ્યું” એવી મિથ્યા ભાવના કરે છે, ને તેને લઈને કર્મ ઉપાર્જન કરે છે. મિથ્યાત્વે કરી ખોટો ધર્મ ઉપાર્જન કરે છે. જગતમાં આનો આ પિતા, આનો આ પુત્ર એમ કહેવાય છે; પણ કોઈ કોઈનું નથી. પૂર્વના કર્મના ઉદયે સઘળું બન્યું છે. અહંકારે કરી જે આવી મિથ્થાબુદ્ધિ કરે છે તે ભૂલ્યા છે. ચાર ગતિમાં રઝળે છે; અને દુઃખ
ભોગવે છે. (પૃ. ૭૨૮) D તુચ્છ પદાર્થમાં પણ વૃત્તિ ડોલાયમાન થાય છે. ચૌદપૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી અને અહંપણું
હુરવાથી નિગોદાદિમાં પરિભ્રમણ કરે છે. અગિયારમે ગુણસ્થાનકેથી પણ જીવ ક્ષણ લોભથી પડી પહેલે ગુણસ્થાનકે આવે છે. “વૃત્તિ શાંત કરી છે,' એવું અહપણું જીવને હુર્યાથી, એવા ભુલાવાથી
રખડી પડે છે. (પૃ. ૬૯૬) T બાહુબલીજીના દૃષ્યતે (મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૭, પૃ.૨૯) અહંકારથી, માનથી કૈવલ્ય પ્રગટ થતું.
નથી. તે મોટા દોષ છે. અજ્ઞાનમાં મોટા-નાનાની કલ્પના છે. (પૃ. ૭૨૯). | મિથ્યાત્વ, ને અહંકાર ગયા વગર રાજપાટ છોડે, ઝાડની માફક સુકાઈ જાય; પણ મોક્ષ થાય નહીં.
(પૃ. ૭૨૭) D જે કંઈ થાય છે તે થવા દેવું, ન ઉદાસીન, ન અનુદ્યમી થવું; ન પરમાત્મા પ્રત્યે પણ ઇચ્છા કરવી અને
ન મુંઝાવું. કદાપિ આપ (શ્રી સૌભાગ્યભાઈ) જણાવો છો તેમ અહંપણું આડું આવતું હોય તો તેનો જેટલો બને તેટલો રોધ કરવો; અને તેમ છતાં પણ તે ન ટળતું હોય તો તેને ઇશ્વરાર્પણ કરી દેવું; તથાપિ દીનપણું ન આવવા દેવું. જે ઉપાધિમાંથી અહંપણું મૂકવાનાં વચનો લખ્યાં છે, તે આપ થોડો વખત વિચાર કરશો, ત્યાં જ તેવી દશા થઇ રહે એવી આપની મનોવૃત્તિ છે; અને એવી ગાંડી શિક્ષા લખવાની સર્વાત્મા હરિની ઇચ્છા હોવાથી મેં આપને લખી છે; માટે જેમ બને તેમ એને અવધારજો. (પૃ. ૨૭૨). “યોગવાસિષ્ઠાદિ' જે જે રૂડા પુરુષોનાં વચનો છે તે સૌ અહંવૃત્તિનો પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઈ છે, તે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે; અને તે જ વાક્ય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે, અને તે જ વાક્ય અનુપ્રેક્ષાયોગ્ય મુખ્યપણે છે. તે કાર્યની સિદ્ધિને