________________
અહં (ચાલુ)
૨૮
કાંઇ પણ કરવું નહીં. (પૃ. ૭૨૫)
ઉપશમભાવ આવે તો ફળ થાય; નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઇ પડે; અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. સત્પુરુષના આશ્રયે જાળ ટળે.
જો સત્પુરુષના આશ્રયે કષાયાદિ મોળા પાડો, ને સદાચાર સેવી અહંકારરહિત થાઓ, તો તમારું અને બીજાનું હિત થાય. (પૃ. ૭૨૫)
અહંપદ રાખું કે ભાખું નહીં. (પૃ. ૧૩૭)
D મન, વચન, કાયાના જોગમાંથી જેને કેવળીસ્વરૂપભાવ થતાં અહંભાવ મટી ગયો છે, એવા જે જ્ઞાનીપુરુષ, તેના પરમઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઇચ્છા કર્યા કરો એવો ઉપદેશ કરી, આ પત્ર પૂરો કરું છું. (પૃ. ૩૮૨-૩)
અહિત
સંસા૨પ્રયોજનમાં જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકજે. (પૃ. ૫)