________________
૫૦૯
વિચારવાન (ચાલુ) | લોક દુ:ખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્રયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને
લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે. (પૃ.૪૩૫) D “કયા ગુણો અંગમાં આવવાથી માર્ગનુસારીપણું તથારૂપે કહેવાય? કયા ગુણો અંગમાં આવવાથી
સમ્યફદૃષ્ટિપણું તથારૂપે કહેવાય?” “કયા ગુણો અંગમાં આવવાથી શ્રુતકેવળજ્ઞાન થાય?” “અને કઈ દશા થવાથી કેવલજ્ઞાન તથારૂપપણે થાય, અથવા કહી શકાય ?' એ પ્રશ્નનો ઉત્તર લખાવવા માટે શ્રી ડુંગરને કહેશો. આઠ દિવસ ખમીને ઉત્તર લખવામાં અડચણ નથી, પણ સાંગોપાંગ, યથાર્થ અને વિસ્તારથી લખાવવો. સવિચારવાનને આ પ્રશ્ન હિતકારી છે. (પૃ. ૬૧૬-૭) T સમ્યક્ત્વ સર્વને જણાય એમ પણ નહીં, તેમ કોઇને પણ ન જણાય એમ પણ નહીં. વિચારવાનને તે
જણાય છે. (પૃ. ૭૪૦) I શરીરને વિષે વેદનીયનું અશાતાપણે પરિણમવું થયું હોય તે વખતે શરીરનો વિપરિણામી સ્વભાવ વિચારી તે શરીર અને શરીરને સંબંધે પ્રાપ્ત થયેલાં સ્ત્રીપુત્રાદિ પ્રત્યેનો મોહ વિચારવાન પુરુષો છોડી
દે છે; અથવા તે મોહને મંદ કરવામાં પ્રવર્તે છે. (પૃ. પદ0). | સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રોગ, જરાદિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ
પડે છે; તો પછી તેથી દૂર એવાં ઘનાદિથી જીવને તથારૂપ (યથાયોગ્ય) સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષોભ પામવી જોઇએ; અને કોઈ બીજા વિચારમાં જવી જોઇએ. (પૃ. ૪૬૩). T વિચારવાન અવિચારણા અને અકાર્ય કરતાં ક્ષોભ પામે. અકાર્ય કરતાં જે ક્ષોભ ન પામે તે
અવિચારવાન. અકાર્ય કરતાં પ્રથમ જેટલો ત્રાસ રહે છે તેટલો બીજી ફેર કરતાં રહેતો નથી માટે પ્રથમથી જ અકાર્ય કરતાં અટકવું, દૃઢ નિશ્ચય કરી અકાર્ય કરવું નહીં. (પૃ. ૭૧૦) કેટલાંક કાર્યો એવા હોય છે કે તેમાં પ્રત્યક્ષ દોષ હોતો નથી, અથવા તેથી દોષ થતો હોતો નથી, પણ તેને
અંગે બીજા દોષોનો આશ્રય હોય છે, તે પણ વિચારવાનને લક્ષ રાખવો ઉચિત છે. (પૃ. ૫૨૫). 0 વિચારવાને બીજાં આલંબનો મૂકી દઈ, આત્માના પુરુષાર્થનો જય થાય તેવું આલંબન લેવું. કર્મબંધનનું
આલંબન લેવું નહીં. (પૃ. ૭૦૮) T વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઇને ઘણો જ ખેદ
થાય છે, અને આત્માને વારંવાર નિદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાકયનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. (પૃ. ૬૧૬) વિચારવાનને શોક ઘટે નહીં, એમ શ્રી તીર્થકર કહેતા હતા. (પૃ. ૩૯૪)
વિચારવાન પુરુષે વ્યવહારના ભેદથી મૂંઝાવું નહીં. (પૃ. ૭૫૪) D વિચારવાનને માર્ગનો ભેદ નથી. (પૃ. ૭૧૧) T સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખનો અનુભવ કરવો પડે છે, તે દુઃખ સકારણ હોવું જોઇએ, એ ભૂમિથી