________________
વિચારવાન (ચાલુ)
૧૦૮
... વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવસન્મુખતા, તથા તેની દૃઢ ઇચ્છા પણ તે હર્ષવિષાદને ટાળે છે. (પૃ. ૪૬૮)
D વિચારવાનને પુદ્ગલમાં તન્મયપણું, તાદાત્મ્યપણું થતું નથી. અજ્ઞાની પૌદ્ગલિક સંયોગના હર્ષનો પત્ર વાંચે તો તેનું મોઢું ખુશીમાં દેખાય, અને ભયનો કાગળ આવે તો ઉદાસ થઇ જાય. સર્પ દેખી આત્મવૃત્તિમાં ભયનો હેતુ થાય ત્યારે તાદાત્મ્યપણું કહેવાય. તન્મયપણું થાય તેને જ હર્ષ, શોક થાય છે. નિમિત્ત છે તે તેનું કાર્ય કર્યા વગર રહે નહીં. (પૃ. ૬૮૮)
સ્ત્રી એ હાંડમાંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે તેથી વિચારવાનની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી. (પૃ. ૬૮૯)
D ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશકાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભકિત, સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધભાવના લોકોને ઉપદેશે છે; જે પ્રકારે મતમતાંતરનો અભિનિવેશ ટળે, અને સત્પુરુષનાં વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે. (પૃ. ૪૯૨) જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઇ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી, અને રાત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સત્શાસ્ત્ર અને સરળતાદિ નિજગુણો ઉપકારભૂત છે, એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે. (પૃ. ૪૯૫) D અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા મોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું માહાત્મ્ય સર્વ જ્ઞાનીપુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કોઇ રીતે વિકલ્પ થવા યોગ્ય નથી. (પૃ. ૪૯૧)
વિચા૨વાનને સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેયરૂપ છે. (પૃ. ૪૫૮)
I ઉત્કૃષ્ટ સંપત્તિનાં ઠેકાણાં જે ચક્રવર્ત્યાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રારબ્ધોદયે વાસ થયો તોપણ અમૂર્છિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધોદય સમજીને વર્ત્યા છે; અને ત્યાગનો લક્ષ રાખ્યો છે. (પૃ. ૪૯૧)
જ્યારે પ્રારબ્ધોદય દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે, અથવા ધીરજ રાખી આજુબાજુની ઘણી સંભાળથી કરવી ઘટે; એક લાભનો જ પ્રકાર દેખ્યા કરી કરવી ન ઘટે. (પૃ. ૪૩૯)
વિચા૨વાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે, તથાપિ કોઇ પ્રારબ્ધવશાત્ પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિજપદબુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે, એમ ગણી નિત્ય નિવૃત્તબુદ્ધિની વિશેષ ભાવના કરવી, એમ મોટા પુરુષોએ કહ્યું છે. (પૃ. ૪૨૧)
મુમુક્ષુજીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઇ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઇચ્છવી એ રૂપ જે ઇચ્છા તે સિવાય વિચા૨વાન જીવને બીજી ઇચ્છા હોય નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કોઇ ઉદય હોય તોપણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત