________________
| વિચારવાન (ચાલુ)
૫૧૦ મુખ્ય કરીને વિચારવાનની વિચારશ્રેણી ઉદય પામે છે, અને તે પરથી અનુક્રમે આત્મા, કર્મ, પરલોક,
મોક્ષ આદિ ભાવોનું સ્વરૂપ સિદ્ધ થયું હોય એમ જણાય છે. (પૃ. ૪૮૫) [ આત્મહિત અતિ દુર્લભ છે એમ જાણી વિચારવાન પુરુષો અપ્રમત્તપણે તેની ઉપાસના કરે છે.
. ૩૩) વિદ્યા 'D તેનું નામ વિદ્યા કે જેનાથી અવિદ્યા પ્રાપ્ત ન થાય. (પૃ. ૧૫૮). n જે વિદ્યાથી ઉપશમગુણ પ્રગટયો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાધિ થઇ નહીં તે વિદ્યાને વિષે રૂડા
જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. (પૃ. ૩૯૦) n જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છોડે છે. તે જ વિદ્યા સંસારી હેતુના પ્રયોગે વિચાર
કરવાથી કર્મબંધ કરે છે, અને તે જ વિદ્યાથી દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે છે ત્યાં કર્મ
છોડે છે. (પૃ. ૭૪૪) 1 જેને ચોર પણ લઈ શકે નહીં તેવો ખજાનો શું? વિદ્યા, સત્ય અને શિયળવ્રત. (પૃ. ૧૫) D વિદ્યા વિના મૂર્ખ રહું નહીં. (પૃ. ૧૪૦)
ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મકર્તવ્ય અને વિદ્યાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે. (પૃ. ૫) વિદ્યાનું અભિમાન કરું નહીં. (પૃ. ૧૪૧) D હિંદુસ્તાનના લોકે એક વખત એક વિદ્યાનો અભ્યાસ એવી રીતે છોડી દે છે કે ફરીને તે ગ્રહણ કરતાં.
તેઓને ટાળો આવે છે. યુરોપિયન પ્રજામાં તેથી ઊલટું છે, તેઓ તદ્દન છોડી દેતા નથી, પણ ચાલુ જ
રાખે છે. પ્રવૃત્તિના કારણને લઈને વત્તાઓછો અભ્યાસ થઇ શકે એ વાત જુદી. (પૃ. ૭૮૦) D અંગ્રેજોએ ઉદ્યમ કર્યો તો હુન્નરો તથા રાજ્ય પ્રાપ્ત કર્યા અને હિંદુસ્તાનવાળાએ ઉદ્યમ ન કર્યો તો
પ્રાપ્ત કરી શક્યા નહીં, તેથી વિદ્યા (જ્ઞાન) વ્યવચ્છેદ ગઈ કહેવાય નહીં. (પૃ. ૭) T સંબંધિત શિર્ષક: અભ્યાસ વિદ્વત્તા D વિદ્વત્તા અને જ્ઞાન એ એક સમજવાનું નથી, એક નથી. વિદ્વત્તા હોય છતાં જ્ઞાન ન હોય. સાચી વિદ્વત્તા
તે કે જે આત્માર્થે હોય, જેથી આત્માર્થ સરે, આત્મત્વ સમજાય, પમાય. આત્માર્થ હોય ત્યાં જ્ઞાન હોય, વિદ્વત્તા હોય વા ન પણ હોય. (પૃ. ૬૭૦). 0 ઝાઝા, લાંબા લેખથી કંઈ જ્ઞાનની, વિદ્વત્તાની તુલના ન થાય. પણ સામાન્યપણે જીવોને એ તુલનાની
ગમ નથી. (પૃ. ૬૬૪). | વિદ્વાનોને સન્માન આપું. વિદ્વાનોથી માયા કરું નહીં. માયાવીને વિદ્વાન કર્યું નહીં. (પૃ. ૧૩૮) વિનય | વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે. એક ચંડાળનો પણ વિનય કર્યા વગર શ્રેણિક જેવા રાજાને વિદ્યા સિદ્ધ ન