________________
વસ્તુસ્વરૂપ (ચાલુ)
૪૯૮ તે તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતીન્દ્રિયસ્વરૂપ છે. (પૃ. ૧૨૮) I વસ્તુને સમજાવવા માટે અમુક નયથી ભેદરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે વસ્તુ, તેના
ગુણ અને પર્યાય એમ ત્રણ જુદા જુદા નથી, એક જ છે. ગુણ અને પર્યાયને લઈને વસ્તુનું સ્વરૂપ
સમજાય છે. (પૃ. ૭૫૯) 1 ઉત્પાદ, વ્યય, ધ્રુવ આ ભાવ એક વસ્તુમાં એક સમયે છે. (પૃ. ૬૨૧) T કોઈ પણ વસ્તુ કોઈ પણ ભાવમાં પરિણત હોય છે. કોઇ પણ ભાવે પરિણત નહીં એ અવસ્તુ.
(પૃ. ૨૪૧) વસ્તુસ્વરૂપ કેટલાક સ્થાનકે આજ્ઞાવડીએ પ્રતિષ્ઠિત છે, અને કેટલાક સ્થાનકે સદ્વિચારપૂર્વક પ્રતિષ્ઠિત છે, પરંતુ આ દુષમ કાળનું પ્રબળપણું એટલું બધું છે કે હવે પછીની ક્ષણે પણ વિચારપૂર્વક પ્રતિષ્ઠિતને માટે કેમ પ્રવર્તશે તે જાણવાની આ કાળને વિષે શક્તિ જણાતી નથી, માટે ત્યાં આગળ આજ્ઞાપૂર્વક
પ્રતિષ્ઠિત રહેવું એ યોગ્ય છે. (પૃ. ૭૪૯). || સંબંધિત શિર્ષક : સ્વરૂપ વંચનાબુદ્ધિ | વંચનાબુદ્ધિ એટલે સત્સંગ, સદગુરુ આદિને વિષે ખરા આત્મભાવે માહાત્મબુદ્ધિ ઘટે તે માહાત્મબુદ્ધિ
નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વત્ય કર્યું છે, માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા વિચારી અમાહાભ્યબુદ્ધિ નહીં, તે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે આરાધવાં નહીં એ પણ વંચનાબુદ્ધિ છે ત્યાં પણ જો જીવ લઘુતા ધારણ ન કરે તો પ્રત્યક્ષપણે જીવ ભવપરિભ્રમણથી ભય નથી પામતો એમ જ વિચારવા યોગ્ય છે. (પૃ. ૪૨૨)
T નીચેના નિયમો પર બહુ લક્ષ આપવું.
૧. એક વાત કરતાં તેની અપૂર્ણતામાં અવશ્ય વિના બીજી વાત ન કરવી જોઇએ. ૨. કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઇએ. ૩. પોતે ધીરજથી તેનો સદુત્તર આપવો જોઇએ. ૪. જેમાં આત્મશ્લાઘા કે આત્મહાનિ ન હોય તે વાત ઉચ્ચારવી જોઇએ.
૫. ધર્મ સંબંધી હમણાં બહુ જ ઓછી વાત કરવી. (પૃ. ૨૩૩) T સમતાની, વૈરાગ્યની વાતો સાંભળવી, વિચારવી. બાહ્ય વાતો જેમ બને તેમ મૂકી દેવી. (પૃ. ૭૧૯) T કેટલીક વાતો એવી છે કે, માત્ર આત્માને ગ્રાહ્ય છે અને મન, વચન, કાયાથી પર છે. કેટલીક વાતો
એવી છે, કે જે વચન, કાયાથી પર છે. પણ છે. (પૃ. ૨૩૨) વાસના D ખોટી વાસના = ધર્મના ખોટા સ્વરૂપને ખરું જાણવું તે. (પૃ. ૭૧૮) T કોઈ પણ પ્રકારે સદ્ગુરુની શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી
અર્પણબુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું; અને તો જ સર્વ માયિક