________________
વાંછા
૪૯૯
વાસનાનો અભાવ થશે એમ સમજવું. (પૃ. ૨૪૬)
- ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે; એ મહા લક્ષ રાખી તેવી મિથ્યા વાસના કેમ ટળે એ માટે વિચાર કરવાનો પરિચય રાખશો. (પૃ. ૨૬૨)
વાસનાના ઉપશમનો સર્વોત્તમ ઉપાય તો જ્ઞાનીપુરુષનો જોગ મળવો તે છે. દૃઢ મુમુક્ષુતા હોય, અને અમુક કાળ સુધી તેવો જોગ મળ્યો હોય તો જીવનું કલ્યાણ થઇ જાય આ નિઃશંક માનજો. (પૃ. ૨૭૭)
D અનંતકાળથી જીવને અસત્ વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સત્ સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઇ શકતું નથી, તેમ અસત્ વાસનાવાળા ચિત્તને વિષે પણ સત્ સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; ક્વચિત્ અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંતકાળનો જે મિથ્યા અભ્યાસ છે, તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત્ સા અંશો પર આવરણ આવે છે. સત્ સંબંધી સંસ્કારોની દૃઢતા થવા સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. (પૃ. ૨૭૮)
D ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઇ આવે છે, અને આત્માને વારંવાર આકુળવ્યાકુળ કરી દે છે; વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે, અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે. એવા અસંખ્ય અંતરાયપરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે, તો પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ બને એ કંઇ
આશ્ચર્યકારક નથી.
તેવા અંતરાયથી ખેદ નહીં પામતાં આત્માર્થી જીવે પુરુષાર્થવૃષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ યોગનું અનુસંધાન કરવું, સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરાત્મ્યપણાથી આકુળવ્યાકુળતા નહીં પામતાં ધૈર્યથી સદ્વિચારપંથે જવાનો ઉદ્યમ કરતાં જય થઇ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. ‘યોગદૃષ્ટિસમુચ્ચય’ વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. (પૃ. ૬૧૪) જીવ તરવાનો કામી હોય, ને સદ્ગુરુની આજ્ઞાએ વર્તે, તો બધી વાસનાઓ જતી રહે. (પૃ. ૭૧૯) સર્વ વાસનાનો ક્ષય કરે તે સંન્યાસી. (પૃ. ૬૭૮)
વાંછા
માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડયા વિના છૂટકો થવો નથી; તો જયારથી એ વાકય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ ક૨વો યોગ્ય જ છે એમ સમજવું. (પૃ. ૨૪૬)
જ્ઞાનીપુરુષે કહેવું બાકી નથી રાખ્યું; પણ જીવે કરવું બાકી રાખ્યું છે. એવો યોગાનુયોગ કોઇક જ વેળા ઉદયમાં આવે છે. તેવી વાંછાએ રહિત મહાત્માની ભકિત તો કેવળ કલ્યાણકારક જ નીવડે છે; પણ કોઇ વેળા તેવી વાંછા મહાત્મા પ્રત્યે થઇ અને તેવી પ્રવૃત્તિ થઇ ચૂકી, તોપણ તે જ વાંછા જો અસત્પુરુષમાં કરી હોય અને જે ફળ થાય છે, તે કરતાં આનું ફળ જુદું થવાનો સંભવ છે. સત્પુરુષ પ્રત્યે તેવા કાળમાં જો નિઃશંકપણું રહ્યું હોય, તો કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઇ શકે છે. (પૃ. ૩૮૨) મારું અંતરનું અંગ એવું છે કે પરમાર્થપ્રસંગથી કોઇ મુમુક્ષુ જીવને મારો પ્રસંગ થાય તો જરૂર તેને મારા