________________
૪૯૭
વસુસ્વરૂપ
વજન * | આત્માનું જ્ઞાન જ્યારે ચિંતામાં રોકાય છે ત્યારે નવા પરમાણુ ગ્રહણ થઇ શકતા નથી; ને જે હોય છે
તેનું જવું થાય છે તેથી શરીરનું વજન ઘટી જાય છે. (પૃ. ૭૮૩) પોતાનું વજન વધારવું પોતાના હાથમાં છે. અન્ન, વસ્ત્ર કે મનની કંઈ તાણ નથી. ફકત તેમના સમજ્યા ફેર થાય છે તેથી અમસ્તો રોષ કરે છે, તેથી ઊલટું તેમનું વજન ઘટે પણ વધે નહીં. તેમનું વજન વધે અને તે પોતાના આત્માને શાંત રાખી કાંઈ પણ ઉપાધિમાં ન પડતાં આ દેહ મળ્યાનું સાર્થક કરે એટલી જ અમારી વિનંતિ છે. દિવસ પ્રમાણે માણસની પ્રકૃતિ ન હોય તો માણસનું વજન પડે નહીં અને વજન વગરનો મનખો આ જગતમાં નકામો છે. માટે તેમનું વજન રહે એમ વર્તવાની અમારી ભલામણ છે. સહેજ વાતમાં વચ્ચે આવવાથી વજન રહેતું નથી પણ ઘટે છે, તે ધ્યાન રાખવું જોઇએ. હવે તો થોડો વખત રહ્યો છે તો જેમ વજન વધે તેમ વર્તવું જોઇએ. (પૃ. ૬૫૧)
D V૦ જીવે કેમ વર્તવું? ઉ0 સત્સંગને યોગે આત્માનું શુદ્ધપણું પ્રાપ્ત થાય તેમ, પણ સત્સંગનો સદા યોગ નથી મળતો. જીવે
યોગ્ય થવા માટે હિંસા કરવી નહીં, સત્ય બોલવું; અદત્ત લેવું નહીં; બ્રહ્મચર્ય પાળવું; પરિગ્રહની મર્યાદા કરવી; રાત્રિભોજન કરવું નહીં એ આદિ સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ
કહ્યું છે. (પૃ. ૭૧૫). D વર્તનમાં બાળક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. (પૃ. ૧૫૬) D જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે,
વા વિદ્ધ નડશે, તથાપિ દૃઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. (પૃ. ૨૩૫) જેમ સદાચાર અને સદ્વિચારનું આરાધન થાય તેમ પ્રવર્તવું યોગ્ય છે. (પૃ. ૫૨૫) તમને (શ્રી અંબાલાલભાઈને) અને બીજા સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિઃસંશયતા પ્રાપ્ત થાય. ઉત્તમ ગુણ, વ્રત, નિયમ, શીલ અને દેવગુરુધર્મની ભક્તિમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુવૃઢતા કરવી યોગ્ય છે અને એ જ પરમ મંગળકારી છે.
જ્યાં સ્થિતિ કરો ત્યાં તે તે સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિ સુદ્રઢ થાય અને અપ્રમત્તપણે સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજો. (પૃ. ૬૫૪-૫). D મૂળતત્ત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દૃષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવર્તન
કરજે. (પૃ. ૪). વિસ્તસ્વરૂપ
D જે વસ્તુ સમયમાત્ર છે, તે સર્વકાળ છે. (પૃ. ૮૧૧) D વસ્તુને વસ્તુગતે જુઓ. (પૃ. ૧૫૮)