________________
મિથ્યાત્વ (ચાલુ)
૪૩૮
તે મિથ્યાત્વ ગુણસ્થાનક ન ગણાય. ગુણસ્થાનક એ જીવઆશ્રયી છે. મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મોળું પડે છે, અને તે કારણથી તે જરા આગળ ચાલ્યો કે તરત તે મિથ્યાત્વગુણસ્થાનકમાં આવે છે. ગુણસ્થાનક એ આત્માના ગુણને લઇને છે. મિથ્યાત્વમાંથી સાવ ખસ્યો ન હોય પણ થોડો ખમ્યો હોય તો પણ તેથી મિથ્યાત્વ મોળું પડે છે. આ મિથ્યાત્વ પણ મિથ્યાત્વે કરીને મોળું પડે છે. મિથ્યાત્વગુણસ્થાનકે પણ મિથ્યાત્વનો અંશ કષાય હોય તે અંશથી પણ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વગુણસ્થાનક કહેવામાં આવે છે. (પૃ. ૭૫૬). મિથ્યાત્વની ગ્રંથિ છે તેની સાત પ્રકૃતિ છે. માન આવે એટલે સાતે આવે, તેમાં અનંતાનુબંધીની ચાર પ્રકૃતિ ચક્રવર્તી સમાન છે. તે કોઇ રીતે ગ્રંથિમાંથી નીકળવા દે નહીં. મિથ્યાત્વ રખવાળ છે. આખું જગત તેની સેવા ચાકરી કરે છે ! (પૃ. ૬૯૪-૫). D ખોટી પ્રતીતિ તે અનંતાનુબંધીમાં સમાય. અણસમજણે દોષ જુએ તો તે સમજણનો દોષ, પણ સમકિત
જાય નહીં; પણ અણપ્રતીતિએ દોષ જુએ તો મિથ્યાત્વ. (પૃ. ૭૦૬). સમ્યકત્વ ન પ્રગટે ત્યાં સુધી મિથ્યાત્વ; અને મિશ્રગુણસ્થાનકનો નાશ થાય ત્યારે સમ્યકત્વ કહેવાય.
અજ્ઞાનીઓ બધા પહેલા ગુણસ્થાનકે છે. (પૃ. ૭૦૫) | મોહભાવ વડે કરીને જ મિથ્યાત્વ છે. મોહભાવનો ક્ષય થવાથી મિથ્યાત્વનો પ્રતિપક્ષ જે સમત્વભાવ તે
પ્રગટે છે, માટે ત્યાં આગળ મેહભાવ કેમ હોય? અર્થાત હોતો નથી. (પૃ. ૭૪૮) | રાગદ્વેષ થવાનું મુખ્ય કારણ - મિથ્યાત્વ એટલે અસમ્યફદર્શન છે. સમ્યકજ્ઞાનથી સમ્યફદર્શન થાય છે.
તેથી અસમ્યક્દર્શન નિવૃત્તિ પામે છે. (પૃ. ૮૧૯). તે યાચના (કંઈ સિદ્ધિયોગથી દુઃખ મટાડી શકાય તેવા આશયની) તો કોઈ પણ નિકટભવીને કરવી ઘટે જ નહીં, અને અલ્પમાત્ર હોય તો પણ તેને મૂળથી છેદવી ઘટે; કેમકે લોકોત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ
છે, એવો તીર્થંકરાદિનો નિશ્ચય છે. (પૃ. ૪૪૩). 1 યથાતથ્ય કલ્યાણ સમજાયું નથી તેનું કારણ વચનને આવરણ કરનાર દુરાગ્રહ ભાવ, કષાય રહ્યા છે.
દુરાગ્રહભાવને લીધે મિથ્યાત્વ શું છે તે સમજાય નહીં; દુરાગ્રહને મૂકે કે મિથ્યાત્વ દૂર ખસવા માંડે. કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. દુરાગ્રહાદિ ભાવને લીધે જીવને કલ્યાણનું સ્વરૂપ બતાવ્યા છતાં સમજાય નહીં. કષાય, દુરાગ્રહાદિ મુકાય નહીં તો પછી તે વિશેષ પ્રકારે
પીડે છે. (પૃ. ૬૮૮). T બાહ્યવ્રત વધારે લેવાથી મિથ્યાત્વ ગાળીશું એમ જીવ ધારે પણ તેમ બને નહીં, કેમકે જેમ એક પાડો
હજારો કડબના પૂળા ખાઈ ગયો છે તે એક તણખલાથી બીએ નહીં, તેમ મિથ્યાત્વરૂપી પાડો જે પૂળારૂપી અનંતાનુબંધી કષાયે અનંતાં ચારિત્ર ખાઈ ગયો તે તણખલારૂપી બાહ્યવ્રતથી કેમ ડરે ? પણ જેમ પાડાને એક બંધનથી બાંધીએ ત્યારે આધીન થઈ જાય, તેમ મિથ્યાત્વરૂપી પાડાને આત્માના બળરૂપી બંધનથી બાંધીએ ત્યારે આધીન થાય; અર્થાત્ આત્માનું બળ વધે ત્યારે મિથ્યાત્વ ઘટે.
(પૃ. ૬૯૭) D જીવની અનાદિકાળથી ભૂલ ચાલી આવે છે. તે સમજવાને અર્થે જીવને જે ભૂલ મિથ્યાત્વ છે તેને મૂળથી
છેદવી જોઈએ. જો મૂળથી છેદવામાં આવે તો તે પાછી ઊગે નહીં. નહીં તો તે પાછી ઊગી નીકળે છે; જેમ પૃથ્વીમાં મૂળ રહ્યું હોય તો ઝાડ ઊગી નીકળે છે તેમ. માટે જીવની મૂળ ભૂલ શું છે તે વિચારી વિચારી