________________
૪૩૯
મિથ્યાત્વી
તેથી છૂટું થવું જોઇએ. ‘મને શાથી બંધન થાય છે?' “તે કેમ ટળે?” એ વિચાર પ્રથમ કર્તવ્ય છે.
(પૃ. ૬૯૯) n મિથ્યાત્વ, ને અહંકાર ગયા વગર રાજપાટ છોડે, ઝાડની માફક સુકાઈ જાય; પણ મોક્ષ થાય નહીં.
મિથ્યાત્વ ગયા પછી સહુ સાધન સફળ થાય. (પૃ. ૭૨૭) 1 સંસારમાં મોહ છે; સ્ત્રીપુત્રમાં મારાપણું થઇ ગયું છે; ને કષાયનો ભરેલો છે તે રાત્રિભોજન ન કરે તો
પણ શું થયું? જયારે મિથ્યાત્વ જાય ત્યારે તેનું ખરું ફળ થાય. (પૃ. ૭૨૭) મિથ્યાત્વ ગયું હોય તો ચાર ગતિ ટળે. (પૃ. ૭૨૮) T મોહ(મિથ્યાત્વ)નો ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી વીતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલો એવો
ધીર, શુદ્ધ જ્ઞાનાચારવંત નિર્વાણપુર પ્રત્યે જાય છે. (પૃ. ૫૯૦) I બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. તે આ
પ્રમાણે : “લૌકિક” અને “શાસ્ત્રીય'. ક્રમે કરીને સત્સમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો ‘મિથ્યાત્વ'નો ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે
છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે? તે વાત વિચારવા યોગ્ય છે. (પૃ. ૪૮૯) D પહેલું તપ નહીં, પણ મિથ્યાત્વ અને પ્રમાદને પહેલાં ત્યાગવાં જોઇએ. (પૃ. ૭૦૮)
પરિગ્રહધારી યતિઓને સન્માનવાથી મિથ્યાત્વને પોષણ મળે છે, માર્ગનો વિરોધ થાય છે. દાક્ષિણ્યતા - સભ્યતા પણ જાળવવા જોઇએ. (પૃ. ૬૬૭) પ્ર0 સમકિતી નામ ધરાવી વિષયાદિની આકાંક્ષાને, પુદ્ગલભાવને સેવવામાં કંઈ બાધ સમજતા નથી
અને અમને બંધ નથી એમ કહે છે તે યથાર્થ કહે છે કે કેમ? ઉ૦ જ્ઞાનીના માર્ગની દ્રષ્ટિએ જોતાં તે માત્ર મિથ્યાત્વ જ મળે છે. પુલભાવે ભોગવે અને આત્માને
કર્મ લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દૃષ્ટિનું વચન નથી, વાચાજ્ઞાનીનું વચન છે. (પૃ. ૬૪૭) મિથ્યાત્વી 2 પ્ર- એકાંત જ્ઞાન માને તેને મિથ્યાત્વી કહ્યા છે. ઉ૦- તે યથાર્થ છે.
D૦- એ બંત ક્રિયા માને તેને મિથ્યાત્વી કહ્યા છે. ઉ૦- તે યથાર્થ છે. (પૃ. ૬૪૭) 0 જે ગુણ પોતાને વિષે નથી તે ગુણ પોતાને વિષે છે એમ જે કહે અથવા મનાવે તે મિથ્યાવૃષ્ટિ જાણવા.
(પૃ. ૭૬૫) | આત્માને પુત્ર પણ ન હોય અને પિતા પણ ન હોય, જે આવી (પિતા-પુત્રની) કલ્પનાને સાચું માની
બેઠા છે તે મિથ્યાત્વી છે. (પૃ. ૭૩૨) દેહને વિષે રોગ આવ્યું જેનામાં આકુળવ્યાકુળતા માલૂમ પડે તે મિથ્યાવૃષ્ટિ જાણવા. (પૃ. ૭૩૨) D સંવત્સરીના દિવસસંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ કરે છે, અને બીજો પક્ષ પાંચમની તિથિનો
આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બન્ને મિથ્યાત્વી છે. (પૃ. ૭૦૩-૪) 0 અન્ય દર્શનો, વેદાદિના ગ્રંથો છે તે જો સમ્યફષ્ટિ જીવ વાંચે તો સમ્યફ રીતે પરિણમે; અને જિનના