________________
૪૩૭
મિથ્યાત્વ એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરુચિસમ્યકત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભકિત અબાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે. (પૃ. ૩૬૪-૫) T સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા
જ્ઞાની પુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે. જેની કેડનો ભંગ થયો છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાનીપુરુષનાં વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થકર કહે છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણો. જ્ઞાનીપુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાનીપુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં. એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોધતા હતા. જે જાણીને, સાંભળીને તે સરળ જીવો આત્માને વિષે અવધારતા હતા. પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનોને અપ્રધાન ન કરવા
યોગ્ય જાણતા હતા, વર્તતા હતા. (પૃ. ૩૭૬) | મિથ્યાત્વ 0 મિથ્યાત્વ તે અંતર્ગ્રંથિ છે; પરિચ તે બાહ્યગ્રંથિ છે. (પૃ. ૭૨૬) T કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. (પૃ.૬૮૮) In મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. મિથ્યાત્વથી વિરતિપણું ન થાય. (પૃ. ૭૭૨)
D “હું કર્તા... “હું કરું છું” “હું કેવું કરું છું?' આદિ જે વિભાવ છે તે જ મિથ્યાત્વ. (પૃ. ૭૨૮) I મમત્વ હોય ત્યાં જ મિથ્યાત્વ. (પૃ. ૭૧૧) 0 દેહ અને દેહાર્થમમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે. (પૃ. ૧૫૮) U પુદ્રાલમાં રક્તમાનપણું તે મિથ્યાત્વભાવ છે. (પૃ. ૬૪૭) T સૌથી મોટો રોગ મિથ્યાત્વ. (પૃ. ૧૯૪) 1 જેટલો રોગ હોય તેટલી દવા કરવી પડે છે. જીવને સમજવું હોય તો સહજ વિચાર પ્રગટે; પણ
મિથ્યાત્વરૂપી મોટો રોગ છે તેથી સમજવા માટે ઘણો કાળ જવો જોઈએ. (પૃ. ૯૫) | અનુભવી વૈદ્ય તો દવા આપે, પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે; તેમ સદ્ગુરુ અનુભવ કરીને
જ્ઞાનરૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે. (પૃ. ૭૨૪) મિથ્યાત્વના બે ભેદ છે. (૧) વ્યકત. (૨) અવ્યકત. તેના ત્રણ ભેદ પણ કર્યા છે :- (૧) ઉત્કૃષ્ટ. (૨) મધ્યમ. (૩) જાન્ય. મિથ્યાત્વ હોય ત્યાં સુધી પહેલા ગુણસ્થાનકમાંથી બહાર નીકળતો નથી. ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય ત્યાં સુધી