________________
૪૨૩
મતાર્થી
માર્યો જાય; માટે મતોના કદાગ્રહની વાતોમાં પડવું નહીં. મતોથી છેટે રહેવું; દૂર રહેવું. (પૃ. ૭૨૫) તે (પૂર્ણજ્ઞાનીના) સત્સંગમાં તેવા ૫૨મજ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત્ વચન એ આદિનો તિરસ્કાર થાય; અર્થાત્ તેને ગ્રહણ કરવાં નહીં. મતનો આગ્રહ મૂકી દેવો. આત્માનો ધર્મ આત્મામાં છે. આત્મત્વપ્રાપ્તપુરુષનો બોધેલો ધર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં. આટલું થતાં છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. (પૃ. ૩૮૨)
Û ગચ્છના મતમતાંતર ધણી જ નજીવી બાબતમાં બળવાન આગ્રહી થઇ જુદી જુદી રીતે દર્શનમોહનીયના હેતુ થઇ પડયા છે, તે સમાધાન કરવું બહુ વિકટ છે. કેમકે તે લોકોની મતિ વિશેષ આવરણને પામ્યા વિના એટલા અલ્પ કારણમાં બળવાન આગ્રહ ન હોય. (પૃ. ૫૨૨)
મતાર્થી
D મતાર્થી હોય કે માનાર્થી હોય તે યોગ્ય માર્ગને ગ્રહણ ન કરે. અથવા ક્રિયામાં જ જેને દુરાગ્રહ થયો છે, અથવા શુષ્કજ્ઞાનના જ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાગવૈરાગ્યાદિ સાધનને અથવા આત્મજ્ઞાનને ગ્રહણ ન કરી શકે. (પૃ. ૫૨૮)
જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં, એવા મતાર્થી જીવનાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યાં છે.
૦ જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તો પોતાના કુળધર્મના ગમે તેવા ગુરુ હોય તોપણ તેમાં જ મમત્વ રાખે.
જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે, અને માત્ર પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહાત્મ્ય કહ્યા કરે છે, અને તેમાં પોતાની બુદ્ધિને રોકી ૨હે છે; એટલે પરમાર્થહેતુસ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે.
૭ પ્રત્યક્ષ સદ્ગુરુનો કયારેક યોગ મળે તો દુરાગ્રહાદિછેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પોતે ખરેખરો દૃઢ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગુરુ સમીપે જઇને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દૃઢપણું જણાવે.
૦ દેવ-નારકાદિ ગતિના ‘ભાંગા’ આદિનાં સ્વરૂપ કોઇક વિશેષ પરમાર્થહેતુથી કહ્યાં છે, તે હેતુને જાણ્યો નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતનો, વેષનો આગ્રહ રાખવામાં જ મુકિતનો હેતુ માને છે.
૦ વૃત્તિનું સ્વરૂપ શું ? તે પણ તે જાણતો નથી, અને ‘હું વ્રતધારી છું' એવું અભિમાન ધારણ કર્યું છે. કવચિત્ પરમાર્થના ઉપદેશનો યોગ બને તોપણ લોકોમાં પોતાનું માન અને પૂજાસત્કારાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં.