________________
[મત (ચાલુ)
૪૨૨ I વર્તમાનમાં લોકોને જ્ઞાન તથા શાંતિ સાથે સંબંધ રહ્યો નથી; મતાચાર્યે મારી નાખ્યા છે. (પૃ. ૭૭૦)
જે મતભેદે આ જીવ પ્રહાયો છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. (પૃ. ૮૧૮) અમને તો બ્રાહ્મણ, વૈષ્ણવ ગમે તે સમાન છે. જૈન કહેવાતા હોય, અને મતવાળા હોય તો તે અહિતકારી
છે; મતરહિત હિતકારી છે. (પૃ. ૭૦૨) D જયારે જ્ઞાની પુરુષો થાય છે ત્યારે મતભેદ કદાગ્રહ ઘટાડી દે છે.
અજ્ઞાની કુગુરુઓ મતભેદ ઠામઠામ વધારી કદાગ્રહ ચોકકસ કરે છે. (પૃ. ૭૧૧) T મતભેદને છેદે તે જ સાચા પુરુષ. (પૃ. ૭૧૧). | અમે જૈન છતાં તેમણે નિર્વિસંવાદપણે વર્તવાનો ઉપદેશ કહ્યો હતો. સત્ય એક છે, બે પ્રકારનું નથી. અને
તે જ્ઞાનીના અનુગ્રહ વિના પ્રાપ્ત થતું નથી. માટે મતમતાંતરનો ત્યાગ કરી જ્ઞાનીની આજ્ઞામાં અથવા સત્સંગમાં પ્રવર્તવું. જેમ જીવનું બંધન નિવૃત્ત થાય તેમ કરવું યોગ્ય છે અને તે માટે અમે (શ્રી ત્રિભોવનભાઇ, શ્રી અંબાલાલભાઇ વગેરે) ઉપર કહ્યાં તે સાધન છે. આ વગેરે પ્રકારે તેમણે (પરમકૃપાળુદેવે) અમને ઉપદેશ કર્યો હતો. અને જૈનાદિક મતોનો આગ્રહ મટાડી તે જેમ પ્રવર્તાવે તેમ પ્રવર્તવાની અમારી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી, અને હજુ પણ એમ જ વર્તે છે કે સત્યનો જ માત્ર આગ્રહ રાખવો. મતને વિષે મધ્યસ્થ રહેવું. એ કૃપાળુનો સમાગમ થયા પછી અમને નિરાગ્રહપણું વિશેષ કરીને રહે છે. મતમતાંતર સંબંધી વિવાદ ઊગતો નથી. (પૃ. ૨૪૭) T મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યો, તે અંતવૃત્તિને પામી ક્રમે કરી
શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે. (પૃ. ૧૮૩), પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમી ભાગ ઠીક પ્રતિકૂળ વર્તે છે. એમ જ મતભેદથી અનંત કાળે, અનંત જન્મ પણ આત્મા ધર્મ ન પામ્યો. માટે સત્પરૂષો તેને ઇચ્છતા નથી; પણ સ્વરૂપશ્રેણિને
ઇચ્છે છે. (પૃ. ૧૬૯) : D ધર્મના મતમતાંતરાદિ મોટા મોટા અનંતાનુબંધી પર્વતની ફાટની માફક મળે જ નહીં. (પૃ. ૧૯૫) [ આજે મતાંતરથી ઉત્પન્ન થયેલાં પહેલાં પર્યુષણ આરંભાયાં. આવતા માસમાં બીજાં આરંભાશે. સમ્યફદ્રષ્ટિથી મતાંતર દૂર મૂકી જોતાં એ જ મતાંતર બેવડા લાભનું કારણ છે, કારણ બેવડો ધર્મ સંપાદન
કરી શકાશે. (પૃ. ૨૨૦) T મોટા પુરુષોની દૃષ્ટિએ જોતાં સઘળાં દર્શન સરખાં છે. જૈનમાં વીશ લાખ જીવો મતમતાંતરમાં પડયાં છે!
જ્ઞાનીની દ્રષ્ટિએ ભેદભેદ હોય નહીં. (પૃ. ૧૯૪) 0 મતમતાંતરમાં પડવું નહીં. (પૃ. ૧૦)
જીવને જયાં સુધી સંતનો જોગ ન થાય ત્યાં સુધી મતમતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. (પૃ. ૩00) T મતાગ્રહ વિષે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે. (પૃ. ૩૫૨) T મતમતાંતરનો ત્યાગ કરવો; અને જેથી મતમતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં. (પૃ. ૩૩૫) [ ગચ્છનાં કે મતમતાંતરનાં પુસ્તકો હાથમાં લેવાં નહીં. પરંપરાએ પણ કદાગ્રહ આવ્યો, તો જીવ પાછો