________________
| મતાર્થી (ચાલુ)
૪૨૪ અથવા “સમયસાર” કે “યોગવાસિષ્ઠ' જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે ? માત્ર કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સગર, સતુશાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમ જ પોતાને જ્ઞાની માની લઈને
સાધનરહિત વર્તે. ૦ તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેવા જીવનો સંગ બીજા જે
જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમકે ઉપર કહ્યા જીવ. તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઇચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અનઅધિકારી એટલે જેને વિષે
જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહીં એવા જીવોમાં તે પણ ગણાય. ૦ જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય પાતળા પડયા નથી, તેમ જેને અંતરવૈરાગ્ય ઉત્પન્ન થયો
નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્ય તુલના કરવાને જેને અપક્ષપાતવૃષ્ટિ નથી, તે મતાર્થી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા
મોક્ષમાર્ગને પામવા યોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. એમ મતાર્થી જીવનાં લક્ષણ કહ્યાં. તે કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ જીવનો તે જાણીને મતાર્થ જાય. (પૃ. ૫૩૫-૭)
| આત્માનો ઉપયોગ મનન કરે તે મન છે. વળગણા છે તેથી મન જાદુ કહેવાય. (પૃ. ૭૧૩) D દ્રવ્ય મન આઠ પાંખડીનું દિગંબર સંપ્રદાયમાં કહ્યું છે. શ્વેતાંબર સંપ્રદાયમાં તે વાત વિશેષ ચર્ચિત નથી.
યોગશાસ્ત્ર'માં તેના ઘણા પ્રસંગો છે. સમાગમે તેનું સ્વરૂપ સુગમ્ય થવા યોગ્ય છે. (પૃ. ૬૨૫) I છ ઇન્દ્રિયોમાં મન અધિષ્ઠાતા છે; અને બાકીની પાંચ ઇન્દ્રિયો તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે; અને
તેની સંકલના કરનાર પણ એક મન જ છે. મન જો ન હોત તો કોઈ કાર્ય બનત નહીં. વાસ્તવિક રીતે કોઈ ઇન્દ્રિયનું કાંઈ વળતું નથી. મનનું સમાધાન થાય છે; તે એ પ્રમાણે કે, એક ચીજ આંખે જોઇ, તે લેવા પગે ચાલવા માંડયું, ત્યાં જઈ હાથે લીધી, ને ખાધી ઇત્યાદિ. તે સઘળી ક્રિયાનું સમાધાન મને
કર્યું છતાં એ સઘળાનો આધાર આત્મા ઉપર છે. (પૃ. ૭૭૬) | મન, વચન, કાયા ચૌદમા ગુણસ્થાનક સુધી હોય; મન તો કાર્ય કર્યા વગર બેસતું જ નથી. કેવળીના
મનયોગ ચપળ હોય, પણ આત્મા ચપળ હોય નહીં. (પૃ. ૭૧૮) અનાદિથી ચપળ એવું મન સ્થિર કરવું. પ્રથમ અત્યંતપણે સામું થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. ક્રમે કરીને તે મનને મહાત્માઓએ સ્થિર કર્યું છે, શમાવ્યું-ક્ષય કર્યું એ ખરેખર આશ્ચર્યકારક છે. (પૃ. ૬૪૯)
વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. (પૃ. ૨૮૮). D મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. (પૃ. ૧૫૬)
મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઈન્દ્રિયો વશ કરી શકાય છે. મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યાતા યોજન ચાલનાર અશ્વ તે મન છે. એને થકાવવું બહુ દુર્લભ છે. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહાજ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને