________________
૪૧૫
ભોક્તાપણું
'વા,
T જીવની અનાદિકાળથી ભૂલ ચાલી આવે છે. તે સમજવાને અર્થે જીવને જે ભૂલ મિથ્યાત્વ છે તેને મૂળથી છેવી જોઇએ. જો મળથી છેદવામાં આવે તો તે પાછી ઊગે નહીં. નહીં તો તે પાછી ઊગી નીકળે છે: જેમ પૃથ્વીમાં મુળ રહ્યું હોય તો ઝાડ ઊગી નીકળે છે તેમ. માટે જીવની મૂળ ભૂલ શું છે તે વિચારી વિચારી તેથી છૂટું થવું જોઇએ. “મને શાથી બંધન થાય છે?” “તે કેમ ટળે?' એ વિચાર પ્રથમ કર્તવ્ય છે. (પૃ. ૬૯૯) આ જીવની અનાદિકાળની જે ભૂલ છે તે ભાંગવી છે. ભાંગવા સારુ જીવની મોટામાં મોટી ભૂલ શું છે તેનો વિચાર કરવો, ને તેનું મૂળ છેદવા ભણી લક્ષ રાખવો. જ્યાં સુધી મૂળ રહે ત્યાં સુધી વધે. જીવનું સ્વરૂપ શું છે? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતા જન્મમરણ કરવાં પડે. જીવની શું ભૂલ છે તે હજુ સુધી ધ્યાનમાં આવતી નથી. જીવનો ક્લેશ ભાંગશે તો ભૂલ મટશે. જે દિવસે ભૂલ ભાંગશે તે જ દિવસથી સાધુપણું કહેવાશે. તેમ જ શ્રાવકપણા માટે સમજવું. દેહને વિષે હુંપણું મનાયેલું છે તેથી જીવની ભૂલ ભાંગતી નથી. જીવ દેહની સાથે ભળી જવાથી એમ માને છે કે હું વાણિયો છું,’ ‘બ્રાહ્મણ છું,’ પણ શુદ્ધ વિચારે તો તેને “શુદ્ધ સ્વરૂપમય છું,' એમ અનુભવ થાય. આત્માનું નામઠામ કે કાંઈ નથી એમ ધારે તો કોઇ ગાળો વગેરે દે તો તેથી તેને કંઈ પણ લાગતું નથી.
જ્યાં જ્યાં જીવ મારાપણું કરે છે ત્યાં ત્યાં તેની ભૂલ છે. તે ટાળવા સારુ શાસ્ત્રો કહ્યાં છે. (પૃ. ૭00) |આત્માપેક્ષાએ કણબી, વાણિયો, મુસલમાન નથી. તેનો જેને ભેદ મટી ગયો તે જ શુદ્ધ; ભેદ ભાસે તે જ
અનાદિની ભૂલ છે. (પૃ. ૭૧૧) ભેદવિજ્ઞાન In દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદજ્ઞાન'; શાનીનો તે જા૫ છે. તે જાપથી દેહ અને આત્મા જુદા
પાડી શકે છે. તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રચ્યાં છે. જેમ તેજાબથી સોનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ | સ્વભાવવાળું હોઇને પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે. (પૃ. ૭૭૩) જ્ઞાનીઓએ માનેલું છે કે આ દેહ પોતાનો નથી; તે રહેવાને પણ નથી; જ્યારે ત્યારે પણ તેનો વિયોગ થવાનો છે. એ ભેદવિજ્ઞાનને લઇને હમેશાં નગારાં વાગતાં હોય તેવી રીતે તેના કાને પડે છે, અને
અજ્ઞાનીના કાન બહેરા હોય એટલે તે જાણતો નથી. (પૃ. ૭૭૩). D આવા પ્રસંગે (વેદનીય કર્મના ઉદયમાં) જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતા વેદની
વેદતાં નિર્જરા થાય છે, ને ત્યાં જ્ઞાનીની કસોટી થાય છે. (પૃ. ૭૭૩) ભોક્તાપણું
“ઇશ્વર સિદ્ધ થયા વિના એટલે કર્મફળદાતૃત્વાદિ કોઈ પણ ઇશ્વર ઠર્યા વિના જગતની વ્યવસ્થા રહેવી સંભવતી નથી', એવા અભિપ્રાય પરત્વે નીચે પ્રમાણે વિચારવા યોગ્ય છે :જો કર્મનાં ફળને ઇશ્વર આપે છે એમ ગણીએ તો ત્યાં ઇશ્વરનું ઇશ્વરપણું જ રહેતું નથી, કેમકે પરને ફળ