________________
ભોક્તાપણું (ચાલુ)
૪૧૬ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતાં ઇશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદિનો કર્તા નથી, જો પરભાવાદિનો કર્તા થાય તો તો સંસારની પ્રાપ્તિ થાય છે, તેમ જ ઇશ્વર પણ પરને ફળ દેવા આદિરૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે છે; અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ કરે છે; તેથી તો તેનું ઇશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે. વળી જીવ અને ઈશ્વરનો સ્વભાવભેદ માનતાં પણ અનેક દોષ સંભવે છે. બન્નેને જો ચૈતન્ય સ્વભાવ માનીએ, તો બન્ને સમાન ધર્મના કર્તા થયા; તેમાં ઈશ્વર જગતાદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એકમાત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે ઇશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થીવાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય? વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તોપણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડવો ન જોઈએ, અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઇએ; અને ઇશ્વરને જો અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો તો સંસારી જીવો જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞાદિ ગુણનો સંભવ ક્યાંથી થાય ? અથવા દેહધારી સર્વજ્ઞની પેઠે તેને “દેહધારી સર્વજ્ઞ ઇશ્વર' માનીએ તોપણ સર્વ કર્મફળદાતૃત્વરૂપ “વિશેષ સ્વભાવ' ઈશ્વરમાં ક્યા ગુણને લીધે માનવા યોગ્ય થાય? અને દેહ તો નાશ. પામવા યોગ્ય છે, તેથી ઈશ્વરનો પણ દેહ નાશ પામે, અને તે મુક્ત થયે કર્મફળદાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મફળદાતૃત્વ કહેતાં દોષ આવે છે, અને ઈશ્વરને તેવે સ્વરૂપે માનતાં તેનું ઇશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મનો કર્તા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે, અર્થાત્ જીવની પોતાની કલ્પના છે, અને તે કલ્પનાને અનુસરીને તેના વીર્યસ્વભાવની સ્કૂર્તિ થાય છે, અથવા તેનું સામર્થ્ય તદનુયાયીપણે પરિણમે છે, અને તેથી જડની ધૂપ એટલે દ્રવ્યકર્મરૂપ પુદ્ગલની વર્ગણાને તે ગ્રહણ કરે
ઝેર અને અમૃત પોતે એમ સમજતાં નથી કે અમને ખાનારને મૃત્યુ, દીર્ધાયુષતા થાય છે, પણ સ્વભાવે તેને ગ્રહણ કરનાર પ્રત્યે જેમ તેનું પરિણમવું થાય છે, તેમ જીવમાં શુભાશુભ કર્મ પણ પરિણમે છે, અને ફળ સન્મુખ થાય છે; એમ જીવને કર્મનું ભોક્તાપણું સમજાય છે. તે શુભાશુભ કર્મનું ફળ ન થતું હોય, તો એક રાંક અને એક રાજા એ આદિ જે ભેદ છે તે ન થવા જોઈએ; કેમકે જીવપણું સમાન છે, તથા મનુષ્યપણું સમાન છે, તો સર્વને સુખ અથવા દુઃખ પણ સમાન જોઇએ; જેને બદલે આવું વિચિત્રપણું જણાય છે, તે જ શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલો ભેદ છે; કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. એમ શુભ અને અશુભ કર્મ ભોગવાય છે. ઝેર ઝેરપણે પરિણમે છે, અને અમૃત અમૃતપણે પરિણમે છે, તેમ અશુભકર્મ અશુભપણે પરિણમે અને શુભકર્મ શુભપણે પરિણમે છે, માટે જીવ જેવા જેવા અધ્યવસાયથી કર્મને ગ્રહણ કરે છે. તેવા તેવા વિપાકરૂપે કર્મ પરિણમે છે; અને જેમ ઝેર અને અમૃત પરિણમી રો નિઃસત્ત્વ થાય છે, તેમ ભોગથી તે કર્મ દૂર થાય છે. તેમ જ, ઈશ્વર જો કર્મફળદાતા ન હોય અથવા જગતકર્તા ન ગણીએ તો કર્મ ભોગવવાનાં વિશેષ