________________
ભાસ (ચાલુ)
૪૧૪
આત્માના કંઈક ઉજ્વળપણાને અર્થે, તેનું અસ્તિત્વ તથા માહાભ્યાદિ પ્રતીતિમાં આવવાને અર્થે તથા આત્મજ્ઞાનના અધિકારીપણાને અર્થે તે સાધન ઉપકારી છે, એ સિવાય બીજી રીતે ઘણું કરીને ઉપકારી,
નથી; એટલો લક્ષ અવશ્ય રાખવો યોગ્ય છે. (પૃ. ૫૧૭) | ભાસન |
D ભાસન શબ્દમાં જાણવા અને દેખવા બંનેનો સમાવેશ થાય છે. (પૃ. ૭૬૦). | ભૂમિકા In જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયત્ન કરવું એ પ્રથમ ભૂમિ છે. (પૃ. ૪૦૫) D પ્રસંગની સાવ નિવૃત્તિ અશક્ય થતી હોય તો પ્રસંગ સંક્ષેપ કરવો ઘટે, અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ
પરિણામ આણવું ઘટે, એ મુમુક્ષુ પુરુષનો ભૂમિકા ધર્મ છે. સત્સંગ, સાસ્ત્રના યોગથી તે ધર્મનું
આરાધન વિશેષે કરી સંભવે છે. (પૃ. ૪૭૨) 1 શુભેચ્છાથી માંડીને સર્વકર્મરહિતપણે સ્વસ્વરૂપસ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. જે જે આત્માર્થી
જીવો થયા, અને તેમનામાં જે જે અંશે જાગૃતદશા ઉત્પન્ન થઇ, તે તે દશાના ભેદે અનેક ભૂમિકાઓ તેમણે આરાધી છે. શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુજનો આત્માર્થી ગણવા યોગ્ય છે, અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ સંભવે છે. અત્યંત સ્વસ્વરૂપસ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષગત થાય છે. (પૃ. ૪૯૭)
T કોઇ બાંધનાર નથી, પોતાની ભૂલથી બંધાય છે. (પૃ. ૧૧) : T કોઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે. (પૃ. ૧૪)
પ્રત્યેક કાર્ય કરતાં પોતાની ભૂલ ઉપર લક્ષ રાખવો. એક સમ્યક ઉપયોગ થાય, તો પોતાને અનુભવ થાય
કે કેવી અનુભવદશા પ્રગટે છે ! (પૃ. ૭૨૫) I અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે; જેનાથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે,
અને જીવને ભુલવણી પણ એ જ છે. (પૃ. ૩૦૨) 1 અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. માત્ર
અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. (પૃ. ૩૩૦). D એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે, કે જે ભૂલનું આટલા સુધી પરિણમવું થયું છે? આ પ્રકારે ફરી
ફરી અત્યંત એકાગ્રપણે સદ્ધોધનાં વર્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંતવિશેષ લાગે છે; પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઇચ્છે, તોપણ તે કર્તવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઇચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે. (પૃ. ૩૯૯)