________________
૩૯૧
બ્રહ્મચર્ય છે. બ્રહ્મા બ્રહ્મ છે. ૐ બ્રહ્મ છે. વાણી બ્રહ્મ છે. ગુણ બ્રહ્મ છે. સત્ત્વ બ્રહ્મ છે. રજો બ્રહ્મ છે. તમો બ્રહ્મ છે. પંચભૂત બ્રહ્મ છે. આકાશ બ્રહ્મ છે. વાયુ બ્રહ્મ છે. અગ્નિ બ્રહ્મ છે. જળ પણ બ્રહ્મ છે. પૃથ્વી પણ બ્રહ્મ છે. દેવ બ્રહ્મ છે. મનુષ્ય બ્રહ્મ છે. તિર્યંચ બ્રહ્મ છે. નરક બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. અન્ય નથી. કાળ બ્રહ્મ છે. કર્મ બ્રહ્મ છે. સ્વભાવ બ્રહ્મ છે. નિયતિ બ્રહ્મ છે. જ્ઞાન બ્રહ્મ છે. ધ્યાન બ્રહ્મ છે. જપ બ્રહ્મ છે. તપ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. નામ બ્રહ્મ છે. રૂપ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ છે. સ્પર્શ બ્રહ્મ છે. રસ બ્રહ્મ છે. ગંધ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. ઊંચે, નીચે, તીરછે સર્વ બ્રહ્મ છે. એક બ્રહ્મ છે, અનેક બ્રહ્મ છે. બ્રહ્મ એક છે, અનેક ભાસે છે. સર્વ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (પૃ. ૨૪) 1 સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. હું બ્રહ્મ, તું બ્રહ્મ, તે બ્રહ્મ એમાં સંશય નહીં. અમે બ્રહ્મ, તમે બ્રહ્મ, તેઓ બ્રહ્મ એમાં સંશય નહીં. એમ જાણે તેં બ્રહ્મ એમાં સંશય નહીં. એમ ન જાણે તે પણ બ્રહ્મ એમાં સંશય નહીં. જીવ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. જડ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. બ્રહ્મ જીવરૂપે થયેલ છે એમાં સંશય નહીં. બ્રહ્મ જડરૂપે થયેલ છે એમાં સંશય નહીં. સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. ૐ બ્રહ્મ. સર્વ બ્રહ્મ, સર્વ બ્રહ્મ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (પૃ. ૨૪૦-૧) બ્રહ્મચર્યનું T સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે,
મોક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે “બ્રહ્મચર્ય' અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા
મૂળભૂત છે. (પૃ. ૮૩૦). D યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિબ છે. (પૃ. ૨૨) T સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે.
(પૃ. ૫૦૨-૩) | બ્રહ્મચર્ય યથાતથ્ય રીતે તો કોઈ વિરલા જીવ પાડી શકે છે; તોપણ લોકલાજથી બ્રહ્મચર્ય પળાય તો તે
ઉત્તમ છે.
સમકિત ન આવ્યું હોય અને બ્રહ્મચર્ય પાળે તો દેવલોક મળે. (પૃ. ૭૨૮) 1 જ્ઞાનીઓએ થોડા શબ્દોમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું છે? એ વડે કેટલી બધી આત્મોન્નતિ થાય
છે? બ્રહ્મચર્ય જેવા ગંભીર વિષયનું સ્વરૂપ સંક્ષેપમાં અતિ ચમત્કારિક રીતે આપ્યું છે. બ્રહ્મચર્યરૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી જે નવ વિધિઓ તેને વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે. એ નવ વાડ જેમ છે તેમ અહીં કહી જઉં છું. ૧. વસતિ - જે બ્રહ્મચારી સાધુ છે તેમણે જ્યાં સ્ત્રી, પશુ કે પડંગ એથી કરીને જે સંયુક્ત
વસતિ હોય ત્યાં રહેવું નહીં. સ્ત્રી બે પ્રકારની છે : મનુષ્યિણી અને દેવાંગના.