________________
બોધબીજ (ચલ)
૩૯) T જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે, અને વિષય પ્રત્યે
અપ્રયત્ન દશા વર્તે છે. જો જીવને પરિતૃપ્તપણે વર્યા કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને
સમજવો નહીં. (પૃ. ૩૨૬). D આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધબીજ આત્માને વિષે પરિણમિત થવાથી
અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી
સર્વથા મુક્તપણું કરે છે. (પૃ. ૪૨૧) T કોઈક જ જીવ જોગાનુજોગ પ્રાપ્ત થયે અકામનિર્જરા કરતાં અતિ બળવાન થઇ તે ગ્રંથિને મોળી પડી
અથવા પોચી કરી આગળ વધી જાય છે. જે અવિરતિસમ્યફદૃષ્ટિનામાં ચોથું ગુણસ્થાનક છે; જ્યાં
મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજું નામ “બોધબીજ' છે. (પૃ. ૭૩૬). બોધબીજપ્રાપ્તિકથન | D શિષ્યને સદ્ગના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ નહીં આવેલું એવું ભાન આવ્યું, અને તેને
પોતાનું સ્વરૂપ પોતાને વિષે યથાતથ્ય ભાસ્યું, અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી સ્પષ્ટ જુદું ભાસ્યું.
જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નયથી કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું છે; આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયો. અથવા આત્મપરિણામ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, તેનો નિર્વિકલ્યસ્વરૂપે કર્તાભોક્તા થયો. આત્માનું શુદ્ધપદ છે તે મોક્ષ છે અને જેથી તે પમાય તે તેનો માર્ગ છે; શ્રી સદ્દગુરુએ કૃપા કરીને નિગ્રંથનો સર્વ માર્ગ સમજાવ્યો. અહો ! અહો ! કરુણાના અપાર સમુદ્રસ્વરૂપ આત્મલક્ષ્મીએ યુક્ત સદ્ગુરુ, આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો. હું પ્રભુના ચરણ આગળ શું થયું? (સદ્ગુરુ તો પરમ નિષ્કામ છે; એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યધર્મે શિષ્ય આ વચન કહ્યું છે.) જે જે જગતમાં પદાર્થ છે, તે સૌ આત્માની અપેક્ષાએ નિર્મુલ્ય જેવા છે, તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણસમીપે હું બીજું શું ધરું? એક પ્રભુના ચરણને આધીન વર્તી એટલે માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. આ દેહ, “આદિ' શબ્દથી જે કંઈ મારું ગણાય છે તે, આજથી કરીને સદ્ગુરુ પ્રભુને આધીન વર્તો, હું તેહ પ્રભુનો દાસ છું, દાસ છું, દીન દાસ છું. છયે સ્થાનક સમજાવીને તે સદ્દગુરુ દેવ ! આપે દાદિથી આત્માને, જેમ મ્યાનથી તરવાર જુદી કાઢીને
બતાવીએ તેમ સ્પષ્ટ જુદો બતાવ્યો; આપે મપાઈ શકે નહીં એવો ઉપકાર કર્યો. (પૃ. ૫૫૪-૫). બ્રહ્મ
આ બધું બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મ જ છે. એવો અમારો દૃઢ નિશ્ચય છે. એમાં કંઈ ભેદ નથી; જે છે તે સર્વ બ્રહ્મ જ છે. સર્વત્ર બ્રહ્મ છે; સર્વરૂપ બ્રહ્મ છે. તે સિવાય કંઈ નથી. જીવ બ્રહ્મ છે; જડ બહ્મ છે. હરિ બ્રહ્મ છે, હર બ્રહ્મ